Aapnu Gujarat
શિક્ષણ

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલની N.S.S.શિબિર વાઘવા ગામે યોજાઈ

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલના N.S.S. યુનિટ દ્વારા વાઘવા ગામે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરી તેમજ જાગૃતિ રેલીમાં વ્યસન મુક્તિ, સ્વચ્છતાનું મહત્વ દર્શાવતા સૂત્રો સાથેના પ્લેકાર્ડ સાથે ગામ લોકોને સંદેશ પાઠવ્યો હતો તેમજ યોગનું આપણાં જીવનમાં કેટલું મહત્વછે તે બતાવવા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન, એઈડસ જાગૃતિ તેમજ વ્યસન મુક્તિ અંગેના શેરી નાટકો ભજવી ગ્રામજનોમાં આ અંગે જાગૃતિ લાવી સમાજ સુધાર માટેનો પ્રયાસ કરાયો હતો. ખાસ શિબિરના અંતિમ દિવસે શાળાના આચાર્ય શાહિદ શેખે શિબિરાર્થીઓ તથા ઉપસ્થિત ગ્રામજનોને શ્રમદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આજનું યુવાધન આવતીકાલના ભારતનું ભાવિ છે જેનું ઘડતરના પાયામાં શ્રમ રહેલો છે. આજનું યુવા ધન વ્યસનોની નાગચૂડમાં ફસાયેલો છે. તંદુરસ્ત તનમાં જ તંદુરસ્ત મનનું નિર્માણ થાય છે જેથી આપણે વ્યસન મુક્ત સમાજ અને સ્વચ્છ ગ્રામનું નિર્માણ કરવા સંકલ્પ કરીએ. શાળાના નવ નિયુક્ત આચાર્ય શાહિદ શેખે N.S.S.નું મહત્વ અને ઉપયોગીતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જેટલો આપણો દેશમાં અધિકાર છે તેની સામે આપણી ફરજો પણ છે. અધિકાર અને ફરજ એક સિક્કાની બે બાજુ છે, તેઓએ હાજર તમામ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો કે આજથી આપણે સ્વસ્થ અને સ્વચ્છ સમાજના નિર્માણના ભગીરથ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યથા યોગ્ય યોગદાન આપીશું. ખાસ શિબિરનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર અશ્વિન વણકર દ્વારા કરવામાં આવ્યા બદલ આચાર્ય દ્વારા અભિનંદન અપાયા હતા.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

આતંક પીડિતોને એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે અનામત મળશે

aapnugujarat

जी-सेट की २७ अगस्त को परीक्षा आयोजित होगी

aapnugujarat

પલાસરની શ્રી કે.કે. પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં સુવર્ણ જ્યંતિ મહોત્સવ ઉજવાયો.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1