Aapnu Gujarat
શિક્ષણ

ભેંસાવહી સ્કૂલના બાળકોને આગથી બચવાની તાલિમ અપાઈ

પાવીજેતપુર તાલુકાની ભેંસાવાહી હાઇસ્કૂલના આચાર્ય ડી.સી. કોલીના જણાવ્યા મુજબ બાળકો સ્કૂલમાં, ઘરે કે કોઈ પણ ઠેકાણે આકસ્મિક આગ લાગે તો બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની સમજ બોડેલીથી આવેલા યુનિક એકેડમીના જવાનોએ વિસ્તારથી આપી હતી. જો શાળામાં એકાએક આગ લાગે તો કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત સમજ આપતા જવાનોએ જણાવ્યું હતું કે તમારી શાળામાં કેટલા દાદર છે,જો ડાબી બાજુની બિલ્ડીંગમાં આગ લાગી તો ડાબી બાજુની બિલ્ડીંગના દાદરનો ઉપયોગ કરવો નહીં પરંતુ જમણી બાજુ દાદર આવેલ છે ત્યાંથી ઉતરવું તેમજ બુમાબુમ ન કરી મેદાનમાં જતું રહેવું તેમજ આવા સમયે જે વ્યક્તિઓ દાઝ્યા હોય તેઓને કેવી રીતે ઉંચકીને આગની લપેટોઉથી બચાવી શકાય તેની સમજ પ્રેક્ટીકલ કરી આપી હતી. આ સમયે ઘરમાં ગેસના બોટલના રેગ્યુલેટર ઉપર લીકેજ હોય અને આગ લાગે તો એક મોટું કપડુ પાણીથી પલાળી ગેસનાં બોટલની ફરતે વીંટાળી દઈ, રેગ્યુલેટર બંધ કરી દઇ આગ ઉપર કાબુ મેળવી પ્રેક્ટીકલ કરી બતાવ્યું હતું જેને જોઇ શકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પીટીના શિક્ષક જીતુભાઈએ પ્રેકટિકલ કરીને બાળકોને બતાવ્યું હતું તેમજ શાળાની બિલ્ડિંગમાં ચાલતા છાત્રાલયના રસોઈયાને પણ બોલાવીને પ્રેક્ટીકલ કરાવ્યું હતું તેમજ આગ લાગેતો ફાયર સેફટી બોટલથી કેવી રીતે આગ હોલવવી એ પણ નિદર્શન કરાયું હતું. બાળકો, શિક્ષકોએ આગ ઓલવી નિદર્શન કર્યું હતું આચાર્ય ડી.સી. કોલીએ પણ જાતે પ્રેક્ટીકલ કરી બાળકોને બતાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ગુજરાતમાં ૭૫ હજારથી વધુ વિદ્યાર્થી નીટમાં હાજર રહ્યા

aapnugujarat

DPS East Ahmedabad organises Inter-School Dance Competition

aapnugujarat

कक्षा-५, ८ के विद्यार्थियों को फेल करने का नियम लागू होगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1