Aapnu Gujarat
ગુજરાત

તેજગઢથી ભીલપુર સુધીનો રસ્તો બિસ્માર

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ થી ભીલપુરના રસ્તાની હાલત બિસ્માર થઇ ગઈ છે. આ રોડ ઉપર મસમોટા ખાડા પડવાને કારણે ભીલપુર, અછેટા,અછાલા તથા આવનાર તમામ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા ઉપર ગોધરા – દાહોદ અને દેવગઢબારીયા તરફ જતી રેતી ની ઓવર લોડિંગ ગાડીઓ બેફામ દોડી રહી છે જેને કારણે રસ્તાની આવી હાલત થઇ છે. આ રેતીના વાહનો ઓવરલોડ રેતી લઇ જતા હોવાથી રસ્તામાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. તેજગઢ થી અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય જેવી સુવિધાઓ ના હોવાથી બીમાર દર્દીઓને તેજગઢ કે પછી છોટાઉદેપુર, બોડેલી વગેરે નિદાન અર્થે જવું પડતું હોય છે. ખરાબ ખાડા ટેકરાવાળા રસ્તાને કારણે બીમાર હાલત માં દર્દી ને દવાખાને લઈ જવા પણ ભારે તકલીફ પડી રહી છે. દરરોજ અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને આ રોડ પર બાઈક કે વાહન કેમ લઈને આવવું એ જ સમજાતું નથી. આ રેતીના ઓવરલોડ વાહનો બેરોકટોક નીકળતા હોવા છતાં વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે તેમ જણાય છે. માર્ગ અને મકાન વિભાગ આ બાબતે સક્રિય બની રોડનું સમારકામ કરાવે તેવી ત્યાંના રહીશોની માંગણી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

આદિવાસી બાળકો હવે બસમાં કોમ્પ્યુટર શીખશે

aapnugujarat

૧૯ દિનમાં ઝાડા-ઉલ્ટીના ૭૪૩ કેસ થયા

aapnugujarat

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી મહુવાની મુલાકાતે

editor

Leave a Comment

UA-96247877-1