Aapnu Gujarat
ગુજરાત

આમલેથા પોલીસે ઠગ મહિલાઓની ટોળકી ઝડપી

નવેમ્બર મહિનાના અંતમાં સુરતના વરાછા રોડના યુવાન સાથે નાંદોદના જુનાઘાંટા ગામે ફુલહાર કરી કોર્ટ મેરેજ પહેલા એક લાખ રૂપિયા પડાવી નાસી છુટેલી યુવતી અને તેની સાથેની અન્ય મહિલા દલાલોને આમલેથા પોલીસે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરી છે.
સુરત વરાછાના યોગી પાર્કમાં રહેતા ભાવેશ હિંમતભાઇ સવાણીને લગ્નની લાલચ બતાવી મહિલા ટોળકીએ નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામે એક યુવતી સાથે ફુલહાર કરાવ્યા બાદ કોર્ટ મેરેજ માટે રાજપીપળા કોર્ટમાં જવાનું હતું પરંતુ નક્કી થયા મુજબ ફ્રોડ મહિલાઓમાં દેવીલા ઉર્ફે દેવલી જગદીશ વસાવા (રહે. જુના ઘાંટા,), રાધા દિનેશ વસાવા (રહે. ઉમલ્લા), કિરણ ગોકુળભાઇ વસાવા (રહે.રાજપારડી) એ કોર્ટમાં જતા પહેલા ૧ લાખ રૂપિયા આ યુવાન પાસે લઈ લીધા બાદ યુવતીના દસ્તાવેજો લઈ કોર્ટ આવીએ છીએ તેમ જણાવી યુવકને રાજપીપળા કોર્ટમાં મોકલ્યો પરંતુ આ મહિલાઓ રૂપિયા લઈ રફુચક્કકર થઈ જતા યુવકને છેતરાયો હોવાની જાણ થતાં તેણે અમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તુરંત જ ટીમ કામે લગાડી હતી જેમાં ત્રણ મહિલાઓની ધરપકડ કરી ૪૦ હજાર રૂપિયા રિકવર કરી અગાઉ કેટલા લોકો સાથે આવો વિશ્વાસઘાત કર્યો છે અને બાકીના રૂપિયા ક્યાં છે તે બાબતે તપાસ હાથ ધરી છે. આમ તો આ ફરિયાદમાં ચાર મહિલાઓ હતી જેમાંથી ત્રણ મહિલા ઝડપાઇ છે જ્યારે એક મહિલા હજુ પોલીસ પકડથી દુર છે જેની સાથે અન્ય ચીટરો પણ હશે જેને પોલીસ શોધી રહી છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

वेजलपुर विधानसभा मत क्षेत्र में ईवीएम जमा कराने के मुद्दे पर रात दो बजे तक हंगामा

aapnugujarat

૧૫ જુલાઇથી વરસાદની આગાહી

editor

गुजरात : ५० प्रतिशत पुराने चेहरे बीजेपी बदलेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1