Aapnu Gujarat
ગુજરાત

વડીયા જકાતનાકા પાસે ટ્રક ચાલકે શખ્સને અડફેટે લીધો

રાજપીપળા નજીક વડીયા જકાતનાકા પાસે એક ટ્રક ચાલકે નશા માં ધૂત થઈ ટ્રક હંકારતા એક શખ્સને અડફેટે લેતા રસ્તા ઉપર ભારે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડીયા જકાત નાકા નજીકથી પસાર થતી ટ્રક નં. જીજે.૧૬.જેડ.૫૨૯૮ના ચાલાક યોગેશ મનસુખભાઇ તડવી (રહે.ભણાદ્રા તા. ગરૂડેશ્વર)એ ટ્રક ચલાવતી વખતે દારૂનો નશો કર્યો હોવાનું ખુલ્યું છે.
નશાની હાલતમાં ટ્રક હંકારતા હાઇવે રોડ પરનું ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ટ્રક ઘૂસી જતાં નિમંતભાઈની બાઈક નં.જીજે-૨૨-એલ-૬૮૬૭ને અડફેટે લેતાં મોટરસાઈકલનોખુરદો બોલાઈ ગયો હતો.
અકસ્માતની ફરિયાદ સંજુ ગુમાનસિંહ પાડવીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કરતાં સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવાયો : વડોદરા જિલ્લા કલેકટરની સૈનિક કલ્યાણ ભંડોળ નિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની અપીલ

aapnugujarat

વિકાસનો ‘વિજય’ અકબંધ : છ મનપામાં ભાજપની ક્લિનસ્વિપ

editor

વિરમગામ શહેરમાં વરસાદથી અસહ્ય ગંદકી : શાકમાર્કેટનાં વેપારીઓએ હોબાળો મચાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1