Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં વરસાદથી અસહ્ય ગંદકી : શાકમાર્કેટનાં વેપારીઓએ હોબાળો મચાવ્યો

વિરમગામ શહેરમાં શાકમાર્કેટમાં વરસાદ બાદ અસહ્ય ગંદકી લઇને લોકો હોબાળો મચાવ્યો હતો. વેપારીઆએ ખરીદીથી અળગા રહી મુખ્ય દરવાજાને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરમગામ શહેરમાં છેલ્લાં ઘણાં દિવસોથી વરસાદી વાતાવરણ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે ત્યારે શહેરમાં આવેલ મુખ્ય સરદાર પટેલ શાક માર્કેટમાં ઠેરઠેર વરસાદી પાણી અને ગંદકીનો સામનો કરતાં બહાર ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી કરવા આવેલા વેપારીઓએ અસહ્ય ગંદકીના લીધે કંટાળીને શાક માર્કેટમાંથી શાકભાજી તેમજ અન્ય ફળફળાદીની ખરીદી ન કરી બહારના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો જેથી આજરોજ વિરમગામ સરદાર પટેલ માર્કેટયાર્ડના વેપારીઓને મોટું નુકસાન થયાની ભીતી સર્જાઈ છે.આજરોજ સવારે ૭ થી ૧૧ વાગ્યા સુઘી વિરમગામ શહેર અને છુટક વેપારીઓએ ગંદકીને લઇને મુખ્ય દરવાજા ને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે શાકમાર્કેટના વેપારીઓએ એપીએમસીના ચેરમેન અને સેક્રેટરી સાથે બેઠક કરી શાક માર્કેટની વરસાદી ગંદકી બે દિવસમાં દૂર કરવાની બાંહેઘરી આપતાં શાકમાર્કેટમાં છુટક વેપારીઓ દ્વારા ખરીદી કરી ફરી માર્કેટ શરૂ કરાયું હતું.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

ગુજરાતની સરહદને આવરી લેતા પરિક્રમા પથ પ્રોજેક્ટના શ્રી ગણેશ, 2 હજાર કરોડના ખર્ચે થશે તૈયાર

aapnugujarat

પોલ ખોલ યૂ-ટ્યૂબ ચેનલના તંત્રી આશિષ કંજારિયાની ધરપકડ થઈ

aapnugujarat

આઈપીએલ સટ્ટાકાંડમાં પકડાયેલ સંદિપસિંહની જામીન મામલે સુનાવણી ૧૪મી સુધી મોકૂફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1