Aapnu Gujarat
ગુજરાત

પોલ ખોલ યૂ-ટ્યૂબ ચેનલના તંત્રી આશિષ કંજારિયાની ધરપકડ થઈ

અમદાવાદ શહેર અને જિલ્લાની સ્કૂલો વિરુદ્ધ આરટીઆઈ કરીને સ્કૂલને બદનામ અને બંધ કરાવી દેવાની ધમકી આપનારા પોલ ખોલ યૂ-ટ્યૂબ ચેલના તંત્રી આશિષ કંજારિયાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. મણિનગરની એક સ્કૂલના સંચાલક પાસેથી આશિષે રૂ.૧૦ લાખની ખંડણી માગી હતી. ઉપરાંત તે પોતાની ઓળખાણ વાલી મંડળના પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આપીને સ્કૂલના ટ્રસ્ટ-સંચાલકો પાસેથી પૈસા પડાવતો હતો.આશિષ વિરુદ્ધ બીજી અરજીઓ અને રજૂઆતો આવી હોવાથી પોલીસે તેની વિરુદ્ધ વધુ ફરિયાદો નોંધવા તજવીજ શરૂકરાઈ છે.
મણીનગર જયહિન્દ ચાર રસ્તા પાસેની એજ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ટ્રસ્ટી સંજયસિંગ પરમપાલસિંગે (૪૫) બોપલ ભવ્ય પાર્કમાં આવેલા અંગીરા એપાર્ટમેન્ટમાં રહેતા પોલ ખોલ યુ-ટયૂબ ચેનલના એડિટર આશિષ અરવિંદભાઈ કંજારિયા(૪૪) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, આશિષ ચેનલના એડિટર ઉપરાંત વાલી મંડળના પ્રમુખ અને આરટીઆઈ એકિટવિસ્ટ હોવાનું કહીને સંજયસિંગને ફોન કરતો હતો.
જેમાં તેણે સ્કૂલ વિરુદ્ધ આરટીઆઈ કરીને માહિતી મેળવી હતી અને તે માહિતીના વીડિયો બનાવીને વહેતા કરવાની ધમકી આપી હતી. આટલું જ નહીં તેમ નહીં કરવા માટે આશિષે સંજયસિંગ પાસેથી રૂ.૧૦ લાખની ખંડણી માગી હતી. સંજયસિંગની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.એસ. ત્રિવેદી આશિષને પકડવા માટે વાઈડ એંગલ સિનેમા પાસેના ક્રશ કોફી શોપ પાસે પહોંચ્યા હતા. ત્યાંથી આશિષ મળી આવ્યો હતો. પરંતુ ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોલીસે તેની વિરુદ્ધ દારૂનો બીજો ગુનો નોંધ્યો હતો.
આશિષ કંજારિયા પહેલા સ્કૂલના સંચાલક પાસે પૈસા માગતો હતો. જો સ્કૂલના સંચાલક પૈસા આપવાની ના પાડે તો તેની વિરુદ્ધ શિક્ષણ વિભાગની જુદી જુદી કચેરીઓમાં આરટીઆઈ કરતો હતો. સ્કૂલ સંચાલકોને ધમકી આપતો હતો કે મારે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાઠગાંઠ છે. જેથી હું તમારી સ્કૂલને બદનામ કરીને બંધ કરાવી દઈશ. જે સ્કૂલના સંચાલક પૈસા ન આપે તેની વિરુદ્ધનો વીડિયો આશિષ સોશિયલ મીડિયામાં વહેતો કરતો હતો. ત્યારબાદ તે જ સ્કૂલના વિદ્યાર્થી અને વાલીઓને હાથો બનાવીને હડતાળ પડાવતો હતો. આ રીતે સ્કૂલ સંચાલકો પર પૈસા આપવા માટે દબાણ લાવતો હતો.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આશિષે અત્યાર સુધી ૩૦ સ્કૂલના વીડિયો બનાવ્યા હતા. તેમજ તેમની વિરુદ્ધ કરેલી આરટીઆઈની માહિતી ભેગી કરીને વોટ્‌સએપ વીડિયો – ઓડિયો કોલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો. આવા ટ્રસ્ટીઓને પોલીસે આશિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.

Related posts

નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે એક્શન પ્લાનની દિશામાં થયેલી કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવ

aapnugujarat

વડોદરા ખાતે સૌ પ્રથમવાર એજ્યુકેટર્સ એવાર્ડ વિતરણ સમારંભ યોજાયો

aapnugujarat

વેજલપુરમાં બે હવસખોર ઝબ્બે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1