Aapnu Gujarat
ગુજરાત

વેજલપુરમાં બે હવસખોર ઝબ્બે

અમદાવાદ શહેરના વેજલપુરના ફતેહવાડીમાં એક મહિલા પર ચાકુની અણીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઘટનામાં આરોપીઓએ મહિલાના ફોટા અને વિડીયો વાયરલ પણ કર્યા હતા.
શહેરનો ફતેવાડી વિસ્તાર જ્યાં એક મહિલા પર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ. મહિલા પર બળાત્કારની જાણ થતા સ્થાનિક લોકોએ બળાત્કારી શખ્સોને મુંડન કરી ઉઠક બેઠક પણ કરાવી હતી. હાલ દેશમાં બળાત્કારની ઘટનાઓએ માઝા મૂકી છે ત્યારે, ફતેવાડીની આ ઘટનાએ અમદાવાદને કલંકિત કર્યું છે. જેથી પોલીસે ઘટનાની જાણ થતાની સાથે જ વેજલપુરમાં બળાત્કારની ફરિયાદ નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
વેજલપુરમાં ચાકુની અણીએ મહિલા પર થયેલા બળાત્કારની ઘટના અંગે હાલ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડી લીધા છે. પરંતુ જો ઘટનાની વિગત વાર વાત કરવામાં આવે તો દ્રશ્ય કંઈક અલગ જ છે. ભોગ બનનાર મહિલા જુબાની આપી રહી છે કે, ચાકુની અણીએ તેના પર બે શખ્સો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મહિલાના નિવેદન પ્રમાણે બે નરાધમ શખ્સોએ તેને ચાકુની અણીએ એક્ટીવા પર બેસાડી અને ત્યારબાદ ફતેવાડી કેનાલ પાસે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો છે. પરંતુ જ્યારે પોલીસ તપાસમાં સીસીટીવી ફુટેજ બહાર આવ્યા ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ બોલતા હતા.મહિલા આરોપ લગાવવા લાગી કે, બંને યુવકોએ તીક્ષ્ણ હથિયારની અણીએ તેના પર બળાત્કાર ગુજાર્યો છે. વેજલપુરમાં નોંધાયેલી ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ વિરોધાભાસ ઉભો કરી રહ્યા છે. જે દર્શાવી રહ્યા છે કે, ફરિયાદ પાછળનો ઇરાદો કંઈક અલગ જ છે. પરંતુ હાલ પોલીસે મહિલાની ફરિયાદ અને મેડિકલ રિપોર્ટના આધારે બળાત્કારનો ગુનો દાખલ કરી હકીકતના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. છેલ્લા થોડા સમયથી ગુજરાત રાજ્યમાં બળાત્કારની ઘટનાએ માઝા મૂકી છે.આ મામલે ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર બી.વી ગોહીલનુ કહેવુ છે કે, આરોપી શાહબાઝ પઠાણ અને સમીર શેખ ઘટનાને અંજામ આપ્યા બાદ અમદાવાદ છોડી બીજી જગ્યા ભાગવાના ફિરાકમાં હતા પરંતુ, ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે સારંગપુર વિસ્તારમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.

Related posts

પોલીસ કર્મીઓને રિફ્રેશર તાલીમ અપાય છે : જાડેજા

aapnugujarat

स्क्रीनींग कमिटी की बैठक को लेकर कांग्रेस के नेता दिल्ली में

aapnugujarat

१० इंच बारिश से शहर के अधिकांश इलाके पानी में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1