Aapnu Gujarat
ગુજરાત

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવાયો : વડોદરા જિલ્લા કલેકટરની સૈનિક કલ્યાણ ભંડોળ નિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની અપીલ

દેશની સ્વતંત્રતા અને સન્માનનું જીવના ભોગે રક્ષણ કરનારા વીર સૈનિકો અને સશસ્ત્ર સેનાઓ સાથે દેશની ભલી લાગણી અને તેમના કલ્યાણની ભાવનાને જોડવા દર વર્ષે તા. ૭મી ડિસેમ્બરના રોજ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તદ્દઅનુસાર, આજે ગુરૂવાર તા. ૭/૧૨/૨૦૧૭ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના સંકલન હેઠળ જિલ્લા કલેકટર પી. ભારતીએ પોતાના કાર્યાલયમાં એન.સી.સી કેડેટસને આવકારીને પોતાનું યોગદાન જમા કરાવ્યું હતું અને સૈનિક કલ્યાણ પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતીય નાગરિક તરીકે સશસ્ત્ર સેના ધ્વજદિનમાં દાન આપીને આપણે સૌ દેશની સરહદ ઉપર અને આતંકવાદીઓની સામેની લડાઇમાં પોતાનું અમૂલ્ય જીવન ગુમાવનારા અને અપંગ થયેલા સૈનિકો પ્રત્યે આદર પ્રદર્શિત કરીએ છીએ.

સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એકત્રિત થયેલ રકમ જરૂરતમંદ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ ભંડોળનું સંચાલન રાજ્ય સરકાર પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા કરે છે. દર વર્ષે સરકારી અને ખાનગી સંસ્થાઓ સાથે વડોદરા શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોનો હકારાત્મક ભાવના સાથે સહકાર મળે છે. જેથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં વધારો કરવાના ઉમદા કાર્યમાં આપનો કાયમી સહકાર આપવા હું આપ સર્વેને વિનંતી કરૂ છું.

ભંડોળમાં યથા-યોગ્ય દાન આપવા માટે આપ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, વડોદરાનો રૂબરૂ કે ફોન નં. ૦૨૬૫-૨૭૭૨૬૬૬ (ઓફિસ) અથવા ઇમેઇલ એડ્રેસ zsb_vdr24@rediffmail.com ઉપર સંપર્ક સાધી શકો છો. આ પ્રસંગે વડોદરાના નિવાસી અધિક કલેકટરશ્રી એમ.જે.દવેએ પણ પોતાનો ફાળો સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં આપ્યો હતો.

Related posts

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂરી સંભાવના

aapnugujarat

ગુજરાતમાં વધશે ગરમીનો પારો; ૪૦ ડીગ્રી પાર જવાની શક્યતા

editor

૧૪ ડિસેમ્બરે ચૂંટણીના દિવસે રજા ન મળવાની ફરિયાદ કરવા માટે સાત જિલ્લામાં અધિકારી નિમાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1