Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

છોટાઉદેપુર જિલ્લાના કોસિંદ્રા ગામની હાઈસ્કૂલમાં રાજપુત યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ૪૨ ગામોમાંથી યુવાનો, વડીલો, બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ કેમ્પનું આયોજન સહુ પ્રથમ રાજપૂત સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રેકોર્ડબ્રેક ૩૭૦ જેટલું રજિસ્ટ્રેશન બ્લડ ડોનેશન માટે યુવાનોએ નોંધાવ્યું હતું જેમાં રાજપૂત સમાજના વડીલોએ પણ કામગીરીને બિરદાવી હતી. સર્વરોગ નિદાન કેમ્પમાં સમાજના ૧૦૦૦થી વધુ લોકોએ લાભ લઇ બોડી ચેકઅપ કરાવ્યું હતું. રાજપુત યુવા સંગઠનના યુવાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં સમાજલક્ષી અનેક કાર્યક્રમો કરનાર છીએ. આમ રાજપૂત યુવા સંગઠનના કાર્યક્રમમાં સમાજમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

દિયોદરમાં ચીન વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન

editor

રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરી સુધીમાં ૨૩ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન

aapnugujarat

પોશીનાના દેલવાડા (છો) સી.આર.સી શાળાઓની ક્લસ્ટર કક્ષાની પુસ્તક વાંચન સ્પર્ધા યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1