Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર સોંપ્યુ

ગત ગુરૂવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં દિયોદર વિસ્તારના ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા યોગ્ય સર્વેની કામગીરી હાથ ધરી નુકસાનીવાળા ખેડૂતોને પૂરતી સહાય આપવા અને ખેડૂતોની વારે આવવા દિયોદરના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપી સોંપી માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું છે કે કમોસમી વરસાદથી પવનથી દિયોદર તથા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના જીરા, રાયડો, એરંડાના પાકો નિષ્ફળ ગયા છે, જીરાનો પાક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉગાડવાની મોસમ હોય છે હવે જીરા વાવાણીની મોસમ સમય વિપરીત પરિસ્થિતિ મા વાવાણી થઈ શકે એમના હોય, ત્યારે મોંઘા બિયારણેના દેવામાંથી ખેડૂની કમર તોડી નાંખી છે ત્યારે એમની માંગ સરકાર કયારે ભરેછે, એતો આવનારો સમય બતાવશે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

અમદાવાદમાં રસ્તા રીસરફેસ કરવાનું બજેટ ૧૫૦ કરોડ

aapnugujarat

દલિત આગેવાન સહિત ૨૦૦ સમર્થકો આમ આદમી પાર્ટીમાં

aapnugujarat

ગુજરાતીઓ કાશ્મીર નહીં જઈ શકે : કાશ્મીર ટૂરીઝમનો બોયકોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1