Aapnu Gujarat
ગુજરાત

૨૯ મી એ નર્મદા જિલ્લામાં પોલીસને લગતા પ્રશ્નોનો સ્થળ ઉપર ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : તા.૨૨ મી સુધી પ્રશ્નો મોકલો

નર્મદા જિલ્લા પોલીસને લગતી ફરીયાદોના નિવારણ માટેનો કાર્યક્રમ આગામી તા.૨૯ મી જૂન, ૨૦૧૭ ના રોજ પ્રજાજનોની સવારે ૧૧=૦૦ કલાકે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાશે. પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરિયાદો તા.૨૨/૦૬/૨૦૧૭ સુધીમાં નિયત નમુનામાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા-રાજપીપળાને અરજી કરવાની રહેશે. અરજીમાં નામ, પુરૂ સરનામુ અને ટેલીફોન, મોબાઇલ નંબર લખવાનો રહેશે. પોલીસ ખાતાને લગતા પ્રશ્નોની અરજદારે જે કંઇ રજુઆત કરી હોય અને કોઇ પ્રત્યુતર ન મળ્યો હોય તો તેની રજુઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજુઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. અરજી ઉપર “પોલીસને લગતા જીલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ રીતે લખવાનુ રહેશે. તા.૨૯/૦૬/૨૦૧૭ રોજ સવારે ૧૧=૦૦ કલાકે જેમણે જવાબો રજુ કરવાના છે, તેવા પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓ તથા અરજદારે પોતાના પ્રશ્નોના આધાર પુરાવા સહિત હાજર રહેવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નર્મદા-રાજપીપળાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

મ્યુનિ. કોર્પો.નાં ૨૩૮ ઉચ્ચ અધિકારી પૈકી ૨૫ દ્વારા સંપત્તિ જાહેર થઇ

aapnugujarat

આણંદ ના ૧૨ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન

editor

દલિત પરિવારની દુખદ ઘટના બાદ પોલીસ મહાનિદેશકના નેતૃત્વમાં સીટની રચના થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1