Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ માંમલદારને શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આવેદનપત્ર સુપ્રત કર્યું

શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિરૂધ્ધ ૩૧ ઓક્ટોબરના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં તેમણે ૩૦ ઓક્ટોબરે કરેલાં ભાષણ ઉપર એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અને શ્રી કરણી સેના દ્વારા જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામા આવ્યાં હતાં અને જો આ ફરિયાદ પાછી નહીં ખેચવામાં આવે તો ૧૧ નવેમ્બરે ગુજરાત બંધ કરાવવામાં આવશે તેમજ શાંતિપ્રિય ભારતીય તરીકે અમારા દ્વારા વિરોધ પ્રદશઁન કરવામાં આવશે અને અમારી અપીલ છે કે રાજ શેખાવત ઉપર થયેલ એટ્રોસીટીની ફરિયાદ પાછી લેવા લેવામાં આવે અને આવા કાયદાઓ કે જે બે સમાજને લડાવતા હોય તેવા કાયદાઓની સમીક્ષા કરી અને ન્યાયસંગત કાનૂની બનાવવામાં આવે અન્યથા સમસ્ત શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા સમગ્ર ગુંજરાત અને ભારતમાં ભુખ હડતાળ,આત્મવિલોપન અન્યથા તમામ પ્રદશઁન કરવામાં આવશે તે રીતનું આવેદન પત્ર કાંકરેજ માંમલદાર એમ.ટી.રાજપુતને કાંકરેજ રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાનાં તમામ હોદ્દેદારો દ્વારા સુપ્રત કરવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી,બનાસકાંઠા)

Related posts

મહેસાણાનો ૧૦ વર્ષનો આરવ કરે છે ઓક્સિજનનું વાવેતર

editor

શહેરમાં મેટ્રો પ્રોજેકટને જોડતા રસ્તાઓ ટુંકમાં રિસરફેસ થશે

aapnugujarat

१९४ करोड़ की स्मार्टसिटी प्रॉजेक्ट के तहत ग्रांट मिली

aapnugujarat

Leave a Comment

UA-96247877-1