Aapnu Gujarat
સ્વસ્થતા

તીખું અને ચટાકેદાર ભોજન કરતાં લોકો બની શકે છે આ બીમારીનો ભોગ, આજે જ જાણી લો નુકસાન

તીખું તથા મસાલેદાર વધુ પડતું ખાવાના શોખીનોને વધું પડતું તીખું ખાવું ઘણીવાર ભારે પણ પડી શકે છે. કેમ કે તીખું વાનગીઓના રસિકોએ હવે સાવધ થઈ જવાની આવશ્યકતા છે. તીખાં મરચાંનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર તેની ખૂબ અસર પડે છે. કતાર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં એક પ્રયોગમાં તેના રિપૉર્ટ પરથી જાણવા મળ્યું છે કે એક દિવસમાં 50 ગ્રામથી વધારે મરચાંનું સેવન કરવાથી ડિમેન્શિયા એટલે કે ભૂલી જવાની એક બીમારી થવાનું જોખમ વધી જાય છે. વધારામાં રિસર્ચમાં તાજા અને સુકાયેલા મરચાંની આડઅસર યાદશક્તિ પર કેવી રીતે પડે છે તેનું અવલોકન પણ કરવામાં આવ્યું હતું

આ રિસર્ચમાં માટે 4,582 ચાઈનીઝ લોકોને સમાવેશ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચ દરમિયાન સમાવેશ કરેલા બધા જ લોકોના ડાયટ અને યાદશક્તિનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં તાજા અને સુકાયેલા મરચાંની યાદશક્તિ પર કેવી રીતે અસર પડે છે, તેના પર એક અવલોકન કરવામાં આવ્યું હતું. ત્યારે આ રિસર્ચ દરમિયાન સામે આવ્યું કે ડાયટમાં વધારે મરચું લેતા લોકોમાં બોડી માસ ઈન્ડેક્સનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

આ ઉપરાંત એ પણ પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું કે નોર્મલ વજન ધરાવતાં લોકો મરચાનું સેવન વધારે કરે તો તેમને આ તીખાશના કારણે તેમની યાદશક્તિ પર ઘમી વધુ અસર પડી શકે છે. તેમાં એ પણ જાણવા મળ્યું કે તેના લીધે તેમની યાદશક્તિ ઓછી પડવા લાગે છે. પણ સામાન્ય રીતે આ રિસર્ચ દરમિયાન થયેલા અવલોકનમાં મરી અને શિમલા મરચાંનો સમાવેશ કરવામાં આવ્યા ન હતા. તેથી એ ચોક્કસપણે ન કહી શકાય કે તેના સેવનથી ડિમેન્શિયા પર કેવી અસર થાય છે.

Related posts

Woman Shares Transformation A Year After Taking Up Running

aapnugujarat

રસોડાની આ પાંચ વસ્તુઓ ઝડપથી ઉતારશે તમારું વજન, અપનાવો આ ટિપ્સ

aapnugujarat

Fit Couples Share Tips On Working Out Together

aapnugujarat

Leave a Comment

UA-96247877-1