Aapnu Gujarat
બ્લોગ

અહીંયા વ્યક્તિના શોક સભામાં પીરસવામાં આવે છે ચરસવાળી કેક, અને ત્યારબાદ…

અંતિમ સંસ્કાર દરમિયાન તમે ઉદાસ ચહેરાઓ બહું જોયા તો હશે જ, પરંતુ તમે શોક સભામાં લોકોને ભરપૂર નશામાં ધૂત જોયા છે? આવી જ એક બાબત પૂર્વ જર્મનીમાંથી બહાર આવી છે તે જગ્યાએ અંતિમવિધિના અંતે વ્યક્તિની યાદમાં રાખવામાં આવતી પાર્ટીમાં લોકોને ચરસ સાથે કેક પીરસવામાં આવી હતી, જેના લીધે અંતિમવિધિમાં આવેલા તમામ લોકો નશામાં ભરપૂર ધૂત હતા.

જર્મન પોલીસે વધુ માહિતી આપતા કહ્યું હતું કે મંગળવારે એક માણસના અંતિમ સંસ્કાર પછી શોક સભામાં હિસ્સો લેનારા લોકો કોફી અને કેક ખાવા રેસ્ટોરન્ટમાં ગયા હતા. આ સમય દરમિયાન તેને એક ચરસ કેક પણ પીરસાઇ હતી, ત્યારપછી ત્યાં હાજર દરેક લોકો નશામાં ધૂત થઇ ગયા હતા. 13 લોકોની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમને હેલ્થ ચેક અપ માટે મોકલવામાં આવ્યા હતા.

આ કેસની તપાસમાં જર્મન પોલીસને જાણવા મળ્યું કે તે રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીએ તેની 18 વર્ષની પુત્રીને કેક બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેણે કેક બનાવીને ફ્રીઝરમાં મૂકી દીધી, જ્યારે કર્મચારીની પત્ની ફ્રીઝરમાંથી કેક લાવવા ગઈ ત્યારે તેને ખોટી કેક મળી. રેસ્ટોરન્ટના કર્મચારીની પુત્રીએ આ કેક કોઇ બીજા એક પ્રસંગ માટે બનાવી હતી.

આ કેસમાં પોલીસ હજુપણ 18 વર્ષીય યુવતીની પૂછપરછ કરી રહી છે. આ કેસ ઓગસ્ટ મહિના થી સતત ચાલુ છે. તે હવે જાહેર કરાયો છે.

Related posts

जनसंख्या पर कठोर निर्णय का वक्त

aapnugujarat

कोरोना टीके पर टीका-टिप्पणी

editor

मोतीलाल वोरा : बड़े आदमी

editor

Leave a Comment

UA-96247877-1