Aapnu Gujarat
ગુજરાત

સોયલાથી વિદેશી દારૂ ઝડપાયો

સોયલા,તા.૨ : ડીસાના સોયલા નજીકથી ભીલડી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી છે. દારૂ તેમજ કાર મળી કુલ રૂપિયા ૩.૬૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં છે. ભીલડી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમીના આધારે સોયલા નજીક વોચ ગોઠવી હતી જ્યાં આવેલી કાર નં. જીજે. ૦૧. કે. આર. ૮૪૩૦ને ઉભી રાખી તેની તલાશી લેતાં તેમાંથી રૂપિયા ૫,૬૭,૦૦નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે રૂપિયા ૩,૦૦,૦૦૦ની કાર, રૂપિયા ૪૦૦૦ના બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૩,૬૦,૭૦૦નો મુદ્દામાલ કબજે લઇ વાહન ચાલક પાટણના વડાવળીના ગીરીશ ધીરૂભાઇ વણકર અને મધ્યપ્રદેશના ગોલેકીગડીના સુનીલસીંગ માનસીંગ તોમરને ઝડપી લેવામાં આવ્યાં છે.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ)

Related posts

ગઢડા ખાતે 20 કરોડનાં ખર્ચે નવનિર્મિત યાત્રિક ભવનનું લોકાર્પણ

editor

મેઘાણનીનગરમાં સાસુ અને પતિએ પરિણીતાને નિર્દયી રીતે ફટકારી

aapnugujarat

प्रेमी युवक को सरेआम चौराहे पर बांध निर्वस्त्र कर पीटा, लोग देखते रहे तमाशा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1