Aapnu Gujarat
ગુજરાત

શિહોરી વીજ વિભાગની ગંભીર બેદરકારી

કાંકરેજ તાલુકાના શિહોરી વિભાગ વીજ કનેકશનનાં થાંભલા તથા ડી.પી ઉપર લીલા વેલા, લીમડા, બાવળ સાથે ગુંચલની જેમ દેખાઈ રહ્યા છે. જીઈબીના હેલ્પર અધિકારીઓની આંખે દેખાવાની જાણે રાહ જોઈને ઉભેલા દેખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
વાત કરવા માં આવે તો કાંકરેજ તાલુકાના અનેક ગામડે શિહોરી-દિયોદર રોડ, કબોઈ-કસરા રોડ, કબોઈ-રાનેર રોડ ઉંબરી-બુકોલી રોડેરોડે ઠેરઠેર ચાલુ વીજે ડી.પી તથા થાંભલા પર વેલા ઝાડ ગુંચવાયેલ જોવા મળી રહ્યા છે ત્યારે જાણે વીજ ખાતાના અધિકારીઓના વિભાગમાં આવા થાંભલા ઉપરથી વેલા કે ઝાડ ઉતાર વામાં ના આવતું હોય તેવું લાગી રહ્યું છે. આવા થાંભલા રોડ પર હોવા છતાં વીજ ખાતાના અધિકારીઓને આંખે ના દેખાતા હોય તેવું લાગે છે ત્યારે લોકો કહી રહ્યાં હોય છે ગમે ત્યારે વીજ પાવર નુકસાન કરી શકે તેવો ભય દેખાઈ રહ્યો છે.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ)

Related posts

हरिद्वार में पेट्रोल पंप के सेल्समैन की आंख में झोंकी मिर्च, 33 लाख लूटे

aapnugujarat

आतंकवादियों को खत्म करने के लिए सरकार प्रतिबद्ध : रुपाणी

aapnugujarat

કાંકરેજ તાલુકાના વડા બનાસ નદીનાં પટમાંથી નીલ ગાયની હત્યાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1