Aapnu Gujarat
ગુજરાત

મેઘાણનીનગરમાં સાસુ અને પતિએ પરિણીતાને નિર્દયી રીતે ફટકારી

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પરિણીતાને સાસુ અને પતિ દ્વારા માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પરિણીતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે ગંભીર આક્ષેપ કર્યો છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિ અને સાસુ તેને ગાંધીનગરના કોઇ શુક્લાજી સાથે સબંધ બાંધવા માટે મજબુર કરતા હતા.પરંતુ તે ના પાડે તો તેના પર અત્યાચાર કરતા હતા. વીડિયો વાયરલ થયા બાદ મેઘાણીનગર પોલીસે આરોપી સાસુ ચંદ્રાબહેનની ધરપકડ કરી લીધી હતી. તો, પતિ તુષાર ફરાર થઇ ગયો છે. બીજીબાજુ, સાસુ ચંદ્રાબહેને પોતાની વહુના આક્ષેપને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની વહુ મકાન પચાવી પાડવા માટે આવા ગંભીર આરોપ લગાવી રહી છે. ત્રીજા વ્યકિત સાથે તેને મોકલવાની વાહિયાત છે, જો તે સાચી હોય તો બધું સાબિત કરી બતાવે. વાસ્તવમાં તેણી જ અમને લોકોને ત્રાસ આપે છે અને મને ઘરડાઘરમાં મોકલવાની વાત કરે છે. મેઘાણીનગરમાં પતિ- પત્નીના લાઈવ મારા મારી ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં ૪ વર્ષના દીકરાની આંખોની સામે પિતા અને દાદીએ તેની માતાને માર મારી અને વાળી ખેંચીને અત્યાચાર ગુજાર્યો હતો. ઘરેલું હિંસાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતાં સાસુ અને પતિ સામે ભારોભાર રોષ લોકોમાં વ્યાપી ગયો હતો. ત્યારે પોલીસે આ ગંભીર ઘટનાને પગલે કડક કાર્યવાહી શરૂ કરી છે.મેઘાણીનગર વિસ્તારની પરિણિતા અને સાસુ તથા પતિના અત્યાચારનો ભોગ બનેલી પૂનમ ત્રિવેદીએ સાસુ અને પતિ પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, એક દિવસ તેમની સાસુએ પણ શુક્લાજી સાથે વાત કરાવી અને શુક્લાજીએ કહ્યું કે જો તુ મારું કહ્યું કરીશ તો તારા ઘરમાં તને બધા પ્રેમથી રાખશે અને જો નહીં માને તો તારા પર ત્રાસ ગુજારશે. પરિણીતાએ કરેલા આક્ષેપો બાદ પોલીસે હાલ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પરિણીતાને માર માર્યાની ઘટના બાદ સામે આવ્યું છે કે પત્ની પર વર્તાતા કાળા કેરની ઘટનામાં તેણે આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેની આ ત્રીજી ફરિયાદ છે. જો કે, પરિણિતાએ પોલીસ ફરિયાદ કરતાં પતિ ઘર બંધ કરીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.પતિ અને સાસુએ માર માર્યાના સીસીસીવી મીડિયામાં આવતા પત્ની પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઘર કંકાસના ઝઘડામાં પતિ અને સાસુ મહિલાને મારી રહ્યા હોવાના સીસીટીવી સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી હતી. બીજીબાજુ, પરિણિતાને પતિ અને સાસુએ માસૂમ બાળકની હાજરીમાં માર મારવાના બનાવમાં રાષ્ટ્રીય મહિલા પંચે પણ તપાસના આદેશ આપ્યા હતા. દરમ્યાન મેઘાણીનગર પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી સમગ્ર મામલામાં આગળની તપાસ શરૂ કરી છે. જો કે, પરિણિતા પરના અત્યાચારની આ ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

Related posts

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી

aapnugujarat

गुजरात चुनाव के लेकर राहुल ने अहम बैठक की

aapnugujarat

स्मार्टसिटी के साथ जुड़े प्रोजेक्ट १५ महीने बाद भी अधूरे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1