Aapnu Gujarat
ગુજરાત

કડીમાં ‘માનવતાની દિવાલ’નું શુભારંભ

કડી કરણનગર રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસે એચ.એન.ફાઉન્ડેશન,ગાયત્રી મંદિર પરિવાર, સોમેશ્વર મહાદેવ પરિવાર તથા કડી નગરપાલિકાના સહયોગથી ‘માનવતા દિવાલ’ની શરૂઆત કરવામાં આવી છે. ‘માનવતાની દિવાલ’ જરૂરિયાતમંદો લોકોને સહેલાઇથી જીવન જરૂરી સામાન મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. આ એક સારા હેતુને આપણે સહુ વધાવીને સહકાર આપીએ અને કડીની જનતાને પણ આગ્રહ કરીએ કે આપના પાસે કોઇને ઉપયોગી થઇ શકે તેવા કપડાં (પેન્ટ, શર્ટ, ડ્રેસ, સાડી, ગરમ કપડાં, બાળકો માટેના કપડાં), બુટ – ચંપલ, રમકડા વગેરે વસ્તુ આપની પાસે હોય તો ગાયત્રી મંદિર પાસે પ્રસ્થાપિત કરેલ કેબ્બિમાં જઇને મૂકીશું જેથી જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર એક સ્મિત જોવા મળે તેવા મુખ્ય ઉદે્‌શ્ય સાથે ‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા’’ જેવા કાર્યથી આ સંસ્થા કામ કરી રહી છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

શહેરા હાટબજાર બંધ રાખવાના આદેશ છતાં વેપારીઓ વેચાણ કરવા આવતા પાલિકાની ટીમે કરી કાર્યવાહી

editor

અંગારકી ચોથ પ્રસંગે ગણેશ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

aapnugujarat

शहर में ट्राफिक की संकुचिता घटाने के लिए सिस्टम से पांच ओवरब्रिज बनाने का प्रस्ताव पेन्डिंग में

aapnugujarat

Leave a Comment

UA-96247877-1