Aapnu Gujarat
રમતગમત

નેકારીયા ગામમાં ૨૧ વર્ષ થી પૌરાણિક આંટી ગરબાની યુવાનો ની રમઝટ

કાંકરેજ તાલુકના નેકારિયા ગામે શ્રી અંબાજી યુવક મંડળ દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ નવરાત્રીએ પૌરાણિક ગરબા ગાઈ ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં ૨૧ વર્ષથી નેકારિયાના તમામ સમાજના ગ્રામ લોકો દ્વારા રાસ ગરબા રમવામાં આવે છે. માતાજીની કૃપાથી ગામમાં ભાઈચારો જળવાઇ રહે તે માટેના પ્રયત્નો કરાયા છે. દશેરાના દિવસે માતાજીને સવા પાંચ મણનો પ્રસાદ ધરવામાં આવે છે. અંબાજી યુવક મંડળ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જીલ્લા પંચાયત સદસ્ય બનાસકાંઠાના મકવાણા ભૂપતાજી નાગજીજી, વિનાજી છગનજી, ચમનજી વધાજી, દઝાજી કમાજી, પટેલ મોહન રામાભાઈ, પ્રજાપતિ દેવાભાઇ હેમરાજભાઇ, પ્રજાપતિ રાયચંદભાઇ મફાભાઈ , પ્રજાપતિ રૂપાભાઇ રામસિંહભાઈ, ધીરજી ભેમાજી, તરસંગજી સામાજી, મંજીજી હરચંદજી તથા સભ્ય દ્વારા ભારે જહેમત કરી માતાજીના ગુણગાન કરવામાં આવે છે.
આ અંગે મંડળના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં છેલા એકવીસ વર્ષ થી યુવાનો દ્વારા માતરના પૌરાણિક આંટી ગરબા ગાવામાં આવે છે.
(તસવીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

ન્યુઝીલેન્ડે ૮૮ રને મેચ જીતી, બાંગ્લાદેશનો ૩-૦થી વાઇટવોશ

aapnugujarat

અશ્વિન મુરલીધરનના ૮૦૦ વિકેટનો રેકોર્ડ તોડી શકે છે

editor

વિરાટ દિલનું સાંભળી આગળ વધે : સચિન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1