Aapnu Gujarat
રમતગમત

વિરાટ દિલનું સાંભળી આગળ વધે : સચિન

સચિન તેંદુલકરે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપતા કહ્યું કે, તેને પોતાના દિલનું સાંભળવું જોઇએ અને પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખવી જોઇએ. ભારતયી ટીમ આ સમયે ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
સચિન તેંદુલકર કોહલીને આ સલાહ ગુરુવારે બીજી ટેસ્ટ પહેલા આપી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી ટેસ્ટ મેચમાં માત્ર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું જ બેટ ચાલ્યું હતું, તેને પહેલી ઇનિંગમાં ૧૪૯ અને બીજી ઇનિંગમાં ૫૧ રનની ધાકડ ઇનિંગ રમી હતી. આ પ્રદર્શનના સહારે તેને આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પહેલું સ્થાન હાંસલ કર્યું હતું.
એક ક્રિકેટ મીડિયાએ સચિન તેંદુલકરના હવાલાથી લખ્યું કે, ’હું કહીશ કે તેને તે જ કરવું જોઇએ જે કરતો આવી રહ્યો છે, એટલે તેને તે જ પ્રકારે રમવું જોઇએ.’
સચિને કહ્યું કે, આજુબાજુ શું થઇ રહ્યુ છે તેના પર ધ્યાન ના આપો અને પોતાનું ધ્યાન એજ વસ્તુ પર લગાવો જે હાંસલ કરવાની છે, અને પોતાની દિલની વાત સાંભળો. તમે તમારા માટે ઝનૂની હશો તો પરિણામ તમારી ફેવરમાં રહેશે. તમે ગમે તેટલા રન બનાવી લો પણ આ રન ઓછા જ પડશે, તેને આરામથી ના બેસવું જોઇએ. તમારે વધારે રનોની ભૂખ રાખવી પડશે, અને દિલનું સાંભળીને આગળ વધવું જોઇએ.

Related posts

ધોની મારા લાઈફ કોચ છે : Hardik Pandya

editor

70 साल की पत्नी को तीन तलाक

aapnugujarat

પરાજય છતાં મોદીએ મહિલા ક્રિકેટ ટીમને બિરદાવી, ‘મને ટીમ પર ગર્વ’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1