Aapnu Gujarat
ગુજરાત

પીએફ ન આપતાં કર્મચારીએ જીવન ટુંકાવ્યુું

વડોદરામાં ઓપલ કંપનીના કર્મચારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કંપનીમાંથી સંતોષ નામના વ્યકિતને નોકરીમાંથી છુટા કરતા અને પીએફમા રૂપિયા ન ચુકવતા આપઘાત કર્યો હોવાનું પરિવારનો આક્ષેપ છે.  દહેજ સ્થિત કંપનીમાં કોન્ટ્રાક્ટ બદલાતા અચાનક ૨૦ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે પીએફના રૂપિયા કોન્ટ્રાકટરે આપવાની ના પાડતા પરિવાર રોડ પર આવી ગયો હતો જેથી આખરે સંતોષે કંટાળીને ગઈકાલ રાતે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મળતી માહિતી મુજબ, સંતોષ ઓપલ કંપનીમાં ઓફિસ બોય તરીકે આઠ વર્ષથી પોતાની ફરજ બજાવતો હતો. ગત બે મહિના પહેલા કંપનીમાંથી એકસાથે ૨૪ લોકોને કાઢી મૂકયા હતા. જેમાં સંતોષે આત્મહત્યા કરી છે. ઓપલ કંપનીએ હવે જીસી પાલ પેપીલોન કેર ટેકીંગને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

Related posts

નશા માટે ઉપયોગમાં લેવાતી કફ સીરપનો જથ્થો જપ્ત

aapnugujarat

રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે, અંબાજી મંદિરના કરશે દર્શન

aapnugujarat

देश में अहमदाबाद रेल्वे स्टेशन ७वें नंबर पर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1