Aapnu Gujarat
ગુજરાત

લાખણીના ગેળા ખાતે કાંકરેજ ગાય આધારિત પ્રશિક્ષણ સંમેલરનુ આયોજન કરાયું

લાખણી તાલુકાના ગેળા ગામે જય બજરંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌ વંશનું રક્ષણ તેમજ સેવા થાય તે હેતુથી ગૌ શાળા ચલાવવામાં આવી રહી છે. આ ગૌશાળામાં અંદાજે ૪૦૦ જેટલી ગાયોને નિભાવવામાં આવે છે જેમાં ખાસ કરીને કાંકરેજી ઓલાદની ગાયો વધુ છે. લાખણી આજુ બાજુ તેમજ બહારથી ઘણાં દાનવીરો ગાયો માટે ઘાસચારો તેમજ દાન પૂરું પાડે છે જેના થકી ગાયોની સેવા થાય છે.
તાજેતરમાં સૌરાષ્ટ્રમાં ભરાતા તરણેતરના મેળામાં ગેળા ગૌ શાળામાંના કાંકરેજી ઓલાદના નંદીનો ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જ્યારે કાંકરેજી ઓલાદની ગાયનો બીજો નંબર આવેલ છે જેથી સમગ્ર ગુજરાતમાં ગેળા જય બજરંગ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલતિ ગૌશાળાનું બનાસકાંઠાનું નામ રોશન કરેલ છે જેના અનુસંધાને ગૌશાળા પાંજરાપોળ સંચાલક ભાઈઓ જીવદયા પ્રેમીઓ પશુપાલક મિત્ર, ખેડુત ભાઇઓ તથા સર્વે ગૌભક્તોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ કલેક્ટર એ.ડી. ચૌહાણ દિયોદર, ડો.એચ.એચ. પંચાસરા સંશોધક વૈજ્ઞાનિક દાંતીવાડા, તાલુકા વિકાસ અધિકારી લાખણી સેનમા, વેટેનરી ઓફિસર લાખણી જયંતિલાલ દોશી, ગુજરાત ગૌશાળા પાંજરાપોળ સંઘ ભરત કોઠારી ડીસા, ગૌભક્ત રાજપુત સવાઇભાઇ ચારડ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે આસોદર જગ્યાના મહંત પરમ પુજ્ય શ્રી રેવાપુરી બાપુએ આર્શીવચન પાઠવ્યા હતા. અતિથી મહેમાન તરીકે જે.એમ.પાણ ઉપસ્થિત રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ,દિયોદર, બનાસકાંઠા)

Related posts

સીમલીયા ખાતે કોંગ્રેસી અગ્રણીઓની બેઠક મળી

editor

રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જીતુભાઇ વાઘાણીની વરણીને ભાવનગર શહેર દ્વારા આવકાર

editor

વડાપ્રધાન મોદી ૩૦ સપ્ટેમ્બરે અમદાવાદમાં મેટ્રોને લીલી ઝંડી આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1