Aapnu Gujarat
ગુજરાત

માત્ર દારૂ પીધો હોય તો પોલીસ સ્ટેશનમાં જામીન મળી જશે

નશાબંધી એકટમાં સુધારો કર્યા બાદ સરકારે તેના સુચારૂ અમલ માટે નિયમો જાહેર કર્યા છે. તેમા શરાબનું સેવન કરેલા નાગરીકને પોલીસ સ્ટેશનમાં જ જામીન આપી દેવાની જૂની મૂળભૂત જોગવાઈ સુચવતી કલમ ૮૫(૧)ના નિયમોમાં કોઈ જ ફેરફાર થયો નથી ! આવા કિસ્સાઓમાં દારૂબંધીનો ભંગ કરનાર નાગરીકના મેડીકલ, તસ્વીરો અને અંગુઠાની છાપ જેવી પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી શકશે.માત્ર દારૂનું સેવન કર્યુ હોય તેની પાસે કોઈ જથ્થો મળ્યો ન હોય તેવા નાગરીકને પણ કાયદાથી ન્યાયનો અધિકાર છે. આથી સરકારે દારૂબંધીના કાયદો સુધારતી વેળાએ તેના વેચાણ, હેરાફેરી, ઉત્પાદન અને સંગ્રહખોરી ઉપર કડકાઈ કરવાનું નક્કી કર્યુ હતું. મંગળવારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ કાયદાના નિયમો જાહેર કરતા કહ્યુ કે ‘દારૂ પીને દંગલ કરે, જાહેરમાં ઉપદ્રવ કરે, ઝઘડો કરે, અસભ્ય ભાષા બોલે કે પછી મહિલાઓની છેડતી કરે તેવા કિસ્સામાં હવે એકથી ત્રણ વર્ષની સજા અને દંડ થઈ શકશે.’ અડ્ડાઓ ચલાવતા તત્વો તેમને મદદ કરનારા સામે કલમ-૬૮ હેઠળ ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂ. ૧ લાખ સુધીનો દંડ થશે. ગુન્હેગારોને ભગાડવામાં મદદ કરનાર અધિકારી કે અન્ય સામે ૭ વર્ષ સુધીની કેદ થશે.દારૂબંધીના અમલ, દારૂનું સેવન કરેલી હાલતમાં પકડાયેલા નાગરીક પાસે પોલીસ દ્વારા થતી અઘટીત માંગણીઓને અટકાવવા ગૃહ વિભાગે સ્ટેટ મોનિટરીંગ સેલ, એસએમસી બનાવી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કાયદાની ચૂસ્ત અમલવારી માટે ટોલ ફ્રી નંબર ૧૪૪૦૫ અને કંટ્રોલરૂમના નંબર ૯૯૭૯૩૪૪૪ ઉપર વ્હોટસએપ, એસએમએસથી માહિતી મોકલવા આહવાન કર્યુ છે. માહિતી દાતાઓની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવશે.

Related posts

નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદીની પ્રતિક્રિયા

aapnugujarat

શાહપુર અને મિરજાપુર વિસ્તારમાંથી દબાણ દુર કરાયા

aapnugujarat

સુરતમાં જીવતો વીજ તાર તૂટતા:એક મહિલાનુ મોત

editor

Leave a Comment

UA-96247877-1