હર્ષવર્ધન કપૂર વિક્રમાદિત્ય મોટવાનીની ભાવેશ જોશી નામની ફિલ્મમાં નજરે પડનાર છે. ડિરેક્ટરે કહ્યું છે કે, અભિનેતાએ આ ફિલ્મ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમના ઓડિશન લેવામાં આવ્યા હતા. હર્ષ ભાવેશ જોષીની ભૂમિકા કરવા માટે પહેલાથી જ ઉત્સુક હતો. ઓડિશન ત્રણ વર્ષ અગાઉ લેવામાં આવ્યા હતા. અગાઉ ઇમરાન ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં ભૂમિકા કરશે તેવી ચર્ચા હતી પરંતુ આખરે હર્ષવર્ધનની પસંદગી કરી લેવામાં આળી છે. મોટવાનીએ કહ્યું છે કે, જ્યારે આ રોલ માટે હર્ષવર્ધનના ઓડિશનની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે તેને ફગાવી દેવામાં આવ્યો હતો. કારણ કે આ રોલ માટે તે યોગ્ય દેખાઈ રહ્યો ન હતો.એક વખતે ઇમરાન સાથે ભાવેશ જોશી બનાવવાનો નિર્ણય કરાયો હતો પરંતુ હવે હર્ષવર્ધનની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ ફેન્ટમ ફિલ્મ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મોટવાની, અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને મધુ માટેના દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૦માં ઉડાન સાથે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવનાર મોટવાનીની આ ત્રીજી ફિલ્મ છે. મોટવાનીની છેલ્લી રજૂ ફિલ્મ ૨૦૧૩માં આવી હતી.લુટેરા નામની આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ રહી હતી. અભિનેત્રીને લઇને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયુ નથી પરંતુ નવી આશાસ્પદ અભિનેત્રીને ચમકાવવામાં આવે તેવી શક્યતા છે. વાણી કપુર, રાધિકાના નામ પર ચર્ચા રહી છે.