Aapnu Gujarat
મનોરંજન

પરિણિતી પાસે ઇરફાન, સુશાંત સાથે ફિલ્મો હોવાથી કારકિર્દી વેગવાન બનવાની શક્યતા

બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી હોવા છતાં સફળતાનો સ્વાદ હજુ સુધી નહી ચાંખનાર અભિનેત્રી પરિણિતી ચોપડાની કેરિયરમાં હવે તેજી આવી શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે આ વર્ષે બે મોટી ફિલ્મોમાં રજૂ થનાર છે. જે પૈકી રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇન ફિલ્મ નવેમ્બર ૨૦૧૭માં રજૂ કરવામાં આવનાર છે. ઉપરાંત તે તકદુમ નામની ફિલ્માં પણ કામ કરી રહી છે. ફિલ્મ તકદુમમાં ઇરફાન ખાન સાથે કામ કરવા જઇ રહી છે. હોમી અડજાનિયાની આગામી ફિલ્મને લઇને પરિણિતી ચોપડાએ હવે જાહેરાત કરી છે. ૨૭ વર્ષીય અભિનેત્રી પરિણિતી ચોપડાએ કહ્યુ છે કે આ એક અલગ પ્રકારની ફિલ્મ છે. તકદુમ ફિલ્મમાં પરિણિતી ચોપડાની સાથે શુદ્ધ દેશી રોમાન્સના સ્ટાર સુશાંત સિંહ રાજપુત પણ નજરે પડનાર છે. ફિલ્મમાં ઇરફાન ખાનની પણ મોટી ભૂમિકા રહેનાર છે. પરિણિતી ચોપડાનુ કહેવુ છે કે ઇરફાન ખાન માત્ર ભારતીય જ નહી બલ્કે વૈશ્વિક સ્તર પર કુશળ અભિનેતા તરીકેની છાપ ધરાવે છે. તે હોલિવુડ ફિલ્મોમાં પણ પોતાની કુશળતાના કારણે ડંકો વગાડી ચુક્યો છે. પરિણિતીએ કહ્યુ છે કે ઇરફાન સાથે કામ કર્યા બાદ કેટલીક નવી બાબતો જાણવા મળી શકે છે. સેટ પર ઇરફાન સાથે ઉભા રહેવાની બાબત પણ સન્માનની બાબત છે.સાથે સાથે તેમની એક્ટિંગની નોંધ સમગ્રવિશ્વ લે છે. ઇરફાન ખાન ફિલ્મમાં કયા પ્રકારની ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે તે સંબંધમાં હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇનમાં તે અજય દેવગન જેવા સુપરસ્ટાર સાથે કામ કરી રહી છે. રોહિતની કોઇ ફિલ્મ હજુ સુધી ફ્લોપ રહી નથી જેથી પરિણિતીને ફાયદો થઇ શકે છે. ગોઇમાલ અગેઇના કારણે પરિણિતીની કેરિયરમાં તેજી આવી શકે છે તેમ તમામ લોકો માને છે.

Related posts

मैं सरल योजना वाला सरल इंसान हूं: अनिल

aapnugujarat

તાપ્સી તેમજ વિકી એક સાથે નજરે પડશે : હેવાલ

aapnugujarat

મનીશ પૌલ સાથે સની લિયોન નવી ફિલ્મમાં દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1