Aapnu Gujarat
ગુજરાત

શાહપુર અને મિરજાપુર વિસ્તારમાંથી દબાણ દુર કરાયા

અમદાવાદ શહેરના મધ્યઝોનમા આવેલા ભરચક એવા શાહપુર તેમજ મિરજાપુર વિસ્તારમાંથી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દુર કરવામા આવતા કુલ મળીને ૨૨૫૦ ચોરસમીટર લંબાઈનો રસ્તો ખુલ્લો થતા આ વિસ્તારમા વસતા સ્થાનિક રહીશોએ ભારે હાશકારો અનુભવ્યો હતો.આ અંગે મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઈએ એક વાતચીતમા કહ્યુ કે,શાહપુર બહાઈ સેન્ટરથી મિરજાપુર હોજ સુધી તથા મિરજાપુર મટન માર્કેટથી ત્રણ ખુણીયા બગીચા સુધીના રસ્તા ઉપર તેમજ ટ્રાફિકને અડચણરૂપ કરવામા આવેલા દબાણો પોલીસની મદદથી મધ્યઝોન એસ્ટેટ દ્વારા દુર કરવામા આવ્યા છે.આ રસ્તા ઉપરથી ૨૨ જેટલા કોમર્શીયલ પ્રકારના શેડ,કાચા પાકા ઓટલાઓના બાંધકામો સહિત ત્રણ જેટલા કેબીન-ગલ્લાના દબાણો દુર કરવામા આવ્યા છે આ કામગીરી સમયે ત્રણ મોટા ગલ્લા,૧૨ અન્ય દબાણોના માલસામાન જપ્ત કરી મ્યુનિ ગોડાઉનમાં જમા કરાવી ટ્રાફિકની અવર જવર માટે ૨૨૫૦ ચોરસમીટરની લંબાઈનો રસ્તો ખુલ્લો કરવામા આવતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

Related posts

કાંકરીયા કાર્નિવલને હેરીટેજ થીમની સાથે આવરી લેવાશે

aapnugujarat

૭૫ ટકા સ્કૂલ ફી માફ કરવા ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોશિએશન સંગઠનની માંગ

editor

अहमदाबादः स्वाइन फ्लू के आज ३३ केस सामने आए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1