Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પનામાગેટ તપાસનું નાટક થયા બાદ શરીફને ક્લિનચીટ

પાકિસ્તાનનાં ચૂંટણી પંચે વડાપ્રધાન નવાઝ શરીફને તેમની સંપત્તિ અને દેવાદરીનાં નિવેદનોની પૃષ્ટી કર્યા બાદ તેમને ક્લિનચીટ આપી દીધી છે. નોંધનીય છે કે પનામાગેટ પેપર્સ લીક મુદ્દે તપાસ કરી રહેલ સંયુક્ત તપાસ દળ (જેઆઇટી)ની સમક્ષ રજુ થયાનાં એક દિવસ પહેલા જ તેમને ક્લિન ચીટ આપી દેવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર ઇસીપી વિંગે ગત્ત ૨ રાજકોયીષ વર્ષોની તુલનામાં સંબંધિત નેશનલ એસેમ્બલીનાં મોટા ભાગનાં સભ્યોનાં નિવેદનમાં વિસંગતીઓ જોઇ હતી.
ત્યાર બાદ ઇસીપીએ વડાપ્રધાન શરીફ સહિત તમામ એમએનએને સ્પષ્ટી કરણ કરવા માટે જણાવ્યું હતુ. નોંધનીય છે કે ઇસીપીએ ૩૦ જૂન, ૨૦૧૬એ પહેલીવાર નાણાકીય વર્ષનાં સમાપ્તિનાં તમામ સાંસદોની સંપત્તિઓ અને દેવારીનાં વાર્ષિક નિવેદનોની સત્યતા તપાસવાનું કામ ચાલુ કરી દીધું છે.
ઇસીપીનાં એક અધિકારીનાં હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ ૫૦ ટકા એમએનએ દ્વારા કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટીકર આપવાને મંજુરી આપી દેવામાં આવી છે. જેમાં વડાપ્રધાન શરીફનો પણ સમાવેશ થાય છે.  અત્રે ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન શરીફનું પનામા પેપર્સ લીકમાં નામ આવ્યા બાદ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.

Related posts

4 दिन में अफगानिस्तान जीत सकती थी सेना, लेकिन करोड़ो लोगों को मारना नहीं चाहता : ट्रंप

aapnugujarat

Sweden implements more restrictions as Covid-19 cases rises

editor

આતંકીઓને પકડી પકડીને મારીશું ઃ બાઈડેન

editor

Leave a Comment

UA-96247877-1