Aapnu Gujarat
Uncategorized

એનસીપી પણ હવે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્ને કરશે આંદોલન

ગુજરાત વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને વિવિધ રાજકીય પક્ષોએ અલગ અલગ રીતે આંદોલનની શરૂઆત કરી દીધી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ચુંટણી લડવાની તૈયારીઓ કરી રહેલી નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી ( એનસીપી) પણ સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દાને જોરશોરથી આંદોલન સ્વરૂપે રાજ્ય સરકાર સમક્ષ લઈ જવાની તૈયારી કરી રહી છે.
ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ ખેડૂતોના પ્રશ્નોને લઈને વિવિધ કાર્યક્રમો અને આંદોલન ચલાવી રહી છે અને આગામી સમયમાં નવા કાર્યકમોની રૂપરેખા પણ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
ગુજરાતમાં એનસીપીના નેતા અને સાંસદ પ્રફુલ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે મોટું ખેડૂત સંમેલન યોજાશે. જેમાં ખેડૂતોનાં દેવા માફ કરવાથી લઈને ખેડૂતોને પાકનાં પોષણક્ષમ ભાવ આપીને પાક ની ખરીદી કરવી જોઈએ.
ખેડૂતોને આપવામાં આવતી લોન પર વ્યાજ માફી મળવી જોઈએ. ખેડૂતોના વિજ બિલ માફ થવા જોઈએ. આ બધી માંગો લઈને એનસીપી સૌરાષ્ટ્રમાં એક વિશાલ ખેડૂત સંમેલનનું આયોજન કરવા જઈ રહી છે. આ અંગે જણાવતા સાંસદ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં ખેડૂતો હેરાન પરેશાન છે. સરકાર જૂઠ્ઠાણા ફેલાવતી ભાજપ સરકાર ની વિરુદ્ધમાં બધા ખેડૂત ભાઈઓ સહયોગ આવે તેવી અપીલ પણ તેમણે કરી છે.

Related posts

અમદાવાદ શહેરમાં પુત્રએ કરી પિતાની હત્યા

editor

મરણના દાખલા કઢાવવા પણ લાગી લાઇનો

editor

नाराज पुरूषोत्तम सोलंकी कैबिनेट बैठक में नहीं गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1