Aapnu Gujarat
બ્લોગ

માંસાહારી કરતા શાકાહારીઓને હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે : અભ્યાસ

એક નવા રિપોર્ટમાં એવું તારણ આવ્યું છે કે, શાકાહારી લોકોને માંસાહારીઓ કરતા હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે રહેલી છે.ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ તારણ આવ્યું છે.આ અભ્યાસ મુજબ, માંસાહારીઓની સરખાણમણીમાં શાકાહારી લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા ૨૦ ટકા વધારે રહેલી છે. આનું કારણે એવું જણાવવામાં આવ્યું છે કે, શાકાહારી લોકોને હેમરેજ થવાની શક્યતા રહે છે અને આમ થવાનું કારણ એ છે કે, ધમનીઓમાંથી મગજમાં લોહી વહેવાનું શરૂ થાય છે. આ અભ્યાસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે.વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, શાકાહારી લોકોને કોલેસ્ટોરેલનું ભ્રમણનું પ્રમાણ ઓછું હોય છે અને મહત્વના વિટામિનની ઉણપ હોય છે. આ કારણે પણ કદાચ હાર્ટ એટેકની શક્યતા વધી શકે.આજે સમગ્ર વિશ્વમાં લોકો માંસાહાર ત્યજીને શાકાહારી બની રહ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ, સંશોધકોએ એવી ચેતવણી આપી હતી કે, જે લોકો શાહાકારી બની રહ્યા છે તેઓ આગામી પેઢીના આઇ.ક્યૂ પર જોખમ ઉઠાવી રહ્યાં છે અને પ્લાન્ટ આધારિત ખોરાકમાં શરીરને જરૂરી પોષકતત્વો હોતા નથી.સગર્ભા મહિલાઓ જો પ્લાન્ટ આધારિત ખોરાક લે છે તો, તેના ગર્ભમાં વિકસી રહેલા બાળકના વિકાસ પર અસર કરી શકે છે.

Related posts

વિકલાંગ અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરતાં ખોડાભાઈ

aapnugujarat

લોકસભા ચુંટણીમાં ગુજરાતનો જંગ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1