Aapnu Gujarat
બ્લોગ

લોકસભા ચુંટણીમાં ગુજરાતનો જંગ

હવેના મતદારો વચનોની માયાજાળમાં આવ્યા વિના નિર્ણય કરતા થઈ ગયા હોવાથી હાલના તબક્કે એટલું જ કહી શકાય કે સાબરકાંઠા બેઠક પર પરિવર્તનનો પવન ફુંકાશે કે પુનરાવર્તન થશે તે અંગે અનેક રાજકીય પંડિતો પોતાની રીતે આગાહી કરી રહ્યા છે. આખરે નિર્ણય તો મતદાતાઓ જ કરશે સાબરકાંઠા બેઠકમાં ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, ભિલોડા માલપુર અને મેઘરજ અલ્પવિકસીત હોવાને કારણે મોટાભાગના મતદારો વર્ષોથી કોગ્રેંસની વિચારધારાવાળા છે. બીજી તરફ ઈડર, વડાલી, હિંમતનગર, પ્રાંતિજ, તલોદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ભાજપના પ્રભાવથી પ્રભાવિત હોવાને કારણે ભાજપના ઉમેદવારના વિજયી બનાવાની આશા વધુ છે.સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પાંચ વર્ષ અગાઉ કુલ મતદારો ૧૬,૧૨,૧૬૫ હતા તેમાં પાચ વર્ષ બાદ ૧,૬૬,૫૨૨ નવા મતદારો નોધાયા છે. આ નવા મતદારોમાં મુખ્યત્વે યુવા મતદારોનો સમાવેશ થાય છે. આ વખતે આ મતદારો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે ત્યારે ભાજપ અને કોગ્રેંસ તેમને પોતાની તરફે કરવા એડીચોટનું જોર લગાવી રહ્યું છે. વર્ષ ૨૦૦૬માં કેન્દ્રિય ચુંટણી પંચ દ્વારા નવું સીમાંકન જાહેર કરાયું ત્યારથી સાબરકાંઠાને સ્વતંત્ર બેઠક મળી છે. તે અગાઉ સાબરકાંઠા બેઠકના કેટલાક વિસ્તારો કપડવંજ બેઠકમાં હતા.સાબરકાંઠા અને અરવલ્લીના મળી અંદાજે ૧૫ લાખથી વધુ મતદારો છે. મતદારો ’ખામ’ થિયરી અને જ્ઞાાતિવાદના સમીકરણોની અસરોથી એટલા બધા અંજાઈ ગયા છે કે સ્થાનિક કે પ્રદેશ અને તાલુકા કક્ષાની ચૂંટણી હોય તો પણ તેમાં જ્ઞાાતિવાદ જરૂર હોય છે. અહીં ક્ષત્રિય અને આદિવાસી મતદારો પ્રભાવશાળી છે. લગભગ પાંચ લાખ મતદાતાઓ ક્ષત્રિય છે. આ કારણે જ બંને પક્ષોએ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી હોઈ, ચૂંટણી ખૂબ જ રસાકસી રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.થોડા વર્ષ અગાઉ પાટીદાર અનામત આંદોલનને લઈ ભાજપની વોટબેંકનું ધોવાણ થતા તેની અસરો વિધાનસભાની ચુંટણીમાં જોવા મળી હતી. સાબરકાંઠા અને અરવલ્લીની મળી ૭ બેઠકો પૈકી અરવલ્લીની ત્રણ અને સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક કોગ્રેંસ પાસે છે. જ્યારે પ્રાંતિજ, હિંમતનગર અને ઈડર બેઠક ભાજપ પાસે છે.દીપસિંહ રાઠોડનું પુનરાવર્તન ભલે થઇ રહ્યું હોઈ પરંતુ સાંસદ તરીકેની તેમની કામગીરી તેમના વિસ્તારના પ્રશ્નોને ઉકેલવાની નજરે જોઈએ તો બહુ ફળદાયી રહી નથી.ભાજપે દિપસીંહ રાઠોડને રિપીટ કર્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હોવાથી આ વખતની ચૂંટણી ખૂબ જ રસાકસી રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.ક્ષત્રિય મતદારોનું વિભાજન થવાની સ્થિતિએ અન્ય મતદારો ઉપર બંને ઉમેદવારોએ નિર્ભર રહેવું પડશે. વળી, વિકાસનો મુદ્દો પણ મતદારો ઉપર પ્રભાવી રહી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં ભલે દીપસિંહનું પલ્લું ભારે હોય તેમ છતાં તેમને પરિશ્રમ તો કરવો જ પડશે.લોકસભાની ચુંટણીમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ સમાજ અને જ્ઞાતિઓ પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે મેદાને પડ્યા છે. જેના માટે સમાજના સંમેલનમાં પાર્ટીને નહીં પરતું સમાજની સાથે રહેવાની હાંકલ કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપાએ પોતાના વર્તમાન સાંસદ સી આર પાટીલને જ ફરી એક વખત ટીકીટ આપી છે. કોંગ્રેસે કોળી પટેલ સમાજના ધર્મેશ પટેલને ટીકીટ આપી છે, મહત્વનું છે કે કોળી પટેલને ટીકીટ આપવાની માંગણી છેલ્લા કેટલાક સમયથી સમાજ કરી રહ્યો હતો. ત્યારે સોમવારે સુરતમાં કોળી પટેલ સમાજની બેઠકમાં ધર્મેશ પટેલેને વોટ આપી જીતાડવા સમાજને અપીલ કરવામાં આવી છે. સુરતના જીઆવ બુડિયા ગામ ખાતે સુરત જીલ્લા કોળી પટેલ સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં સમાજના મોભીઓએ એક માટે કહ્યું હતું કે દરેક સમાજ પોતાના સમાજનો ઉમેદવાર જીતે તેવું ઈચ્છે તો પછી નવસારીમાં કોળી પટેલ સમાજનો ઉમેદવાર કેમ ન જીતવો જોઈ, અને તેથી જ સમાજે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને જીતાડવાનું નક્કી કર્યું છે, બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે, સી ડી પટેલ બાદ ૩૯ વર્ષે કોળી પટેલ સમાજમાંથી ઉમેદવારી મળી છે તો જીત પણ નક્કી જ છે.બનાસકાંઠા લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા લોકસભાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું નામ બનાસનદીના નામ ઉપરથી પડ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે છે. વળી સૌથી વધુ ૧૪ તાલુકા પણ બનાસકાંઠા છે. બનાસકાંઠામાં ૭૦ ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં એશિયાની સૌથી મોટી બનાસડેરી આવેલી છે. રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં ૧૯૫૧થી લઈને ૨૦૧૪ સુધીના સમયગાળામાં ૧૮ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે ૧૦ વખત અને ભાજપે ૫ વખત જીત મેળવી તો ૧ વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે. જોકે આ બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ ભાજપના હરિભાઈ ચૌધરીએ ચાર વખત જીત હાંસલ કરતાં ભાજપે કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી દીધા હતા. બનાસકાંઠા લોકસભાની અંદર ૭ વિધાનસભાની બેઠકો આવે છે. જેમાં પાલનપુર, દાંતા,દિયોદર,વાવ,અને ધાનેરા એમ ૫ વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો છે. તો ડીસા અને થરાદ એમ ૨ વિધાનસભા ભાજપ પાસે છે, બનાસકાંઠા લોકસભાની ૨૦૧૩ની પેટા ચૂંટણી અને ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરીની જીત થતાં તેમને મોદી સરકારમાં પહેલા કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અને ત્યાર બાદ કેન્દ્રીય કોયલા અને ખાણ રાજ્યમંત્રીનું સ્થાન મળ્યું હતું.પરંતુ આ વખતે ભાજપે હરિભાઈ ચૌધરીની ૨૦૧૯ની લોકસભાની ટિકિટ કાપી અને તેમના સ્થાને રાજ્યસરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબત પટેલને મેદાને ઉતાર્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે ૨૫ વર્ષ સુધી બનાસડેરીના ચેરમેન રહી ચૂકેલા અને સહકારી ક્ષેત્રના આગેવાન પરથી ભટોળને મેદાને ઉતારતાં બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર બંને સક્ષમ નેતાઓ હોવાથી બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે બંને નેતાઓ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ૧૬,૮૫,૭૨૩ મતદાતાઓ છે અને તે જ મતદાતાઓ આ બંને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ભાજપ અને કોંગ્રેસે ચૌધરી સમાજના લોકોને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે, બનાસકાંઠામાં જાતિવાદી સમીકરણના આધારે ચૂંટણી લડાય છે. લોકસભાની ચૂંટણી માટે ૧૬ લાખ ૮૫ હજાર ૭૨૩ મતદાતાઓ છે. જેમાં સૌથી વધારે ૪ લાખ જેટલા ક્ષત્રિય ઠાકોર મતદાતાઓ છે. તો ૨ લાખ જેટલા ચૌધરી સમાજના મતદાતાઓ છે.

Related posts

સાપ ગયાં ને લિસોટા રહી ગયાં

aapnugujarat

પંચમહાલના વીર શહીદ ભલાભાઈની વીર ગાથા

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1