Aapnu Gujarat
Uncategorized

ઉનાનાં કાણેકબરડા અને સામતેરમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો : ૨૭૩ બાળકોનું નામાંકન : પ્રવેશોત્સવનાં માધ્યમથી શિક્ષણમાં પ્રત્યે જાગૃતિ આવી છે : શ્રી વિકાસ સહાય

રાજ્યવ્યાપી ગ્રામ્ય વિસ્તારનાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૭ નાં ત્રીજા દિવસે ઉના તાલુકાનાં કાણેકબરડા અને સામતેર શાળા ખાતે ૨૭૩ બાળકોનું નામાંકન કરાયું હતું. જોઇન્ટ સેક્રેટરી જનરલ રક્ષા શક્તિ યુનિ. શ્રી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં પ્રા.શાળા કાણેકબરડા ખાતે આંગણવાડીમાં ૧, ધો.૧માં ૮ કુમાર  અને ૫ કન્યાને પ્રવેશ આપી આવકાર્યા હતા. તેમજ માધ્યમિક શાળા સામતેર ખાતે ધો.૯માં ૧૩૯ કુમાર અને ૧૨૦ કન્યા એમ કુલ ૨૭૩ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા હતા.

આ તકે શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પ્રવેશોત્સવનાં માધ્યમથી ગામ્ય વિસ્તારમાં વાલીઓ અને બાળકોને શિક્ષણ અને ભણતર પ્રત્યેની જાગૃતિ આવી છે. બાળકોનાં ભવિષ્યનાં ઘડતર અને આધુનિક શિક્ષણ માટે આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ફળદાયી પુરવાર થયા છે. શાળાનાં પુર્વ વિદ્યાર્થી અને હાલમાં ઉતરાખંડમાં આર્મીમાં ફરજ બજાવતા શૈલેષભાઇનું સન્માન કરાયું હતું. શાળાનાં પટાંગણમાં વૃક્ષારોપણ કરી ધો. ૯ની કન્યાઓને સાયકલ અર્પણ કરવામાં આવી હતી.

ઇ.સ.૧૯૫૮ માં સ્થાપાયેલ કાણેકબરડા પ્રા.શાળામાં ૧૪૮ બાળકો અભ્યાસ કરવાની સાથે ૬ શિક્ષકો આધુનિક શિક્ષણનાં બિજ રોપી રહ્યા છે. તેમજ સામતેર મા.શાળા ઇ.સ.૧૯૭૩ થી કાર્યરત હોવાની સાથે ૬ શિક્ષકો ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે બાળકોનાં ઘડતરમાં સહભાગી થયા છે. શાળાનાં બાળકો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ, વૃક્ષ બચાવો અને જળ બચાવો વિષય પર વકૃત્વ આપવાની સાથે યોગ પ્રદર્શન કર્યું હતું અને સમુહમાં રાષ્ટ્રગાનનું પઠન કરાયું હતું. આ તકે શાળાનાં આચાર્ય હરીભાઇ, સી.એલ.વાજા, લાયઝન અધિકારી રણજીત ઝાલા, સરપંચ ભરતમાઇ રામ, કાળુભાઇ સોલંકી, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

 

Related posts

ધોરાજી ખાતે નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન

editor

ભાવનગરના શ્રી ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે પૂજ્ય મોરારીબાપુએ શીશ ઝુકાવ્યું

editor

લીલી નાઘેર તરીકે ઓળખાતા ચોરવાડ તેમજ ઘેડ વિસ્તારની શાન એટલે પાદળી

editor

Leave a Comment

UA-96247877-1