Aapnu Gujarat
ગુજરાત

આજથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ દાહોદથી મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી શરૂ થઇ રહેલા ૧પમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય અભિયાનનો રાજ્ય પ્રારંભ દાહોદ જિલ્લાના અંતરિયાળ આદિજાતિ ગામ રૂપાખેડાથી કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે પહોચશે અને ધોરણ-૧માં પ્રવેશપાત્ર ૩૦ કુમાર અને ર૮ કન્યા મળી પ૮ ભૂલકાંઓનો શાળાપ્રવેશ કરાવશે. રાજ્ય સરકારે ગત વર્ષના શાળા પ્રવેશોત્સવ અભિયાનથી એક નવતર અભિગમ અપનાવીને પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ-૮ પાસ કરીને ધોરણ-૯ માં માધ્યમિક શાળામાં પ્રવેશોત્સુક બાળકોનો પ્રવેશોત્સવ પણ હાથ ધર્યો છે. આ અભિગમ તહેત ધોરણ-૯માં પ્રવેશપાત્ર ૧૧ર વિદ્યાર્થીઓનો પણ શાળાપ્રવેશ કરાવાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી રૂપાખેડા શાળામાં પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી બોન્ડ પણ પ્રવેશોત્સુક કન્યાઓને અર્પણ કરશે. શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીના આ ત્રિદિવસીય અભિયાન અન્વયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહેસાણા જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરવાના છે. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સંસદીય સચિવઓ તથા વિવિધ નિગમો-બોર્ડના અધ્યક્ષો-પદાધિકારીઓ પણ આ શાળા પ્રવેશોત્સવ અભિયાનમાં જોડાવાના છે.

Related posts

શિક્ષણમંત્રીશ્રીએ રણુ ગામે કન્યા શાળાની નવનિર્મિત ઇમારતનું કર્યું લોકાર્પણ

aapnugujarat

સુરતમાં ભડકો ભાજપના ત્રણ આગેવાનોએ અપક્ષ તરીકે ફોર્મ ભરતાં ભાજપની હાલત કફોડી

aapnugujarat

૧૪ ડિસેમ્બરે ચૂંટણીના દિવસે રજા ન મળવાની ફરિયાદ કરવા માટે સાત જિલ્લામાં અધિકારી નિમાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1