Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કતાર સામે રશિયાના હેકરોએ જ કાવતરું ઘડ્યું હતું : એફબીઆઈ

અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈના મતાનુસાર કતાર સામે રશિયાના હેકરોએ જ કાવતરું ઘડ્યું હતું. રશિયન હેકરોએ ખોટા સમાચાર ઉપજાવી કાઢ્યા હતા. આ સમાચારને પગલે જ સાઉદી અરબના વડપણ હેઠળના અરબ દેશોએ કતર સાથે સંબંધોનો અંત આણવાનો નિર્ણય કર્યો હતો.ઉપજાવી કાઢેલા અને આ ખોટા સમાચારમાં સાઉદી અરબ અને તેના સાથી દેશોએ કતાર પર આતંકવાદને સમર્થન આપવાનો તેમજ સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા સર્જવાનો આક્ષેપ મુક્યો હતો. આ ઉપરાંત કતાર પર સાઉદીના કટ્ટર વિરોધી ઈરાનને આતંવાદના ફેલાવવા માટે સાથ આપવાનો અને યમનમાં શિયા હૂતી બળવાખોરોને મદદ કરવાનો પણ આક્ષેપ કરાયો છે.
અમેરિકી મીડિયા અહેવાલ પ્રમાણે એફબીઆઈના અધિકારીઓ મેના અંતમાં કથિત સાયબર હુમલાની તપાસ માટે કતાર ગયા હતાં. આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું હતું કે રશિયન હેકરોએ કતારની સત્તાવાર સમાચાર એજન્સીમાં એક ઉપજાવી કાઢેલા સમાચાર મુક્યા હતાં. સાઉદી અરબે આ જ સમાચારને આધારે કતાર સાથેના રાજદ્વારી તેમજ આર્થિક સંબંધો કાપી નાખ્યા છે. આ સાથે યુએઈ, ઈજિપ્ત અને બહેરીને પણ કતર સામે આવા જ પગલાં લીધા છે. છેલ્લાં અનેક દાયકાઓમાં ખાડીના અરબ દેશો વચ્ચે વિશાળ પ્રમાણમાં મુશ્કેલીના મંડાણ થયા નથી.રશિયન હેકરોએ ૨૩ મેએ મુકેલા ઉપજાવી કાઢેલા અને ખોટા સમાચારમાં કતારના શાસક માટે મુકાયેલા નિવેદનમાં કતારના ઈરાન તથા ઈઝરાયેલા સાથે મૈત્રિભર્યા સંબંધો હોવાની રજૂઆત કરાઈ હતી. કતારના વિદેશપ્રધાને જણાવ્યું હતું કે એફબીઆઈની હેકીંગ તપાસમાં ખોટા સમાચાર ઉપજાવી કાઢવાની ઘટનાને સમર્થન આપ્યું છે. અમારા મત પ્રમાણે વર્તમાન સંકટ સંપૂર્ણપણે ખોટા સમાચારને આધારિત છે.બીજી રીતે જોઈએ તો રશિયન હેકરો અમેરિકાની વિદેશ નીતિ સાથે ચેડાં કરવાના પ્રયાસો કરતા હોવાનું પણ મનાય છે.

Related posts

ताइवान ने चीनी जहाजों की घुसपैठ का किया विरोध,

editor

ईरान ने दावा किया कि उसने अमेरिका के एक ‘जासूस ड्रोन’ को मार गिराया

aapnugujarat

अफगान में डैम बनाने में भारत के मदद के प्रस्ताव से पाक नाराज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1