Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : પૂર્વાંચલમાં ભીષણ ગરમી હોવા છતાંય રોજેદારોએ બમ્પર વોટિંગ કર્યું : અહેવાલ

લોકસભાની ચૂંટણી માટે છ તબક્કામાં હવે મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પૂર્વાંચલમાં મોટી સંખ્યામાં રોજેદાર મતદાન કરવા માટે બહાર નીકળ્યા છે. આ વખતે રમજાનના પવિત્ર મહિનામાં પણ મતદાન ચાલી રહ્યુ છે. છઠ્ઠા તબક્કામાં ઉંચા મતદાનના ઇરાદા સાથે લોકો બહાર નિકળ્યા હતા. અબ કી બાર આરપારના ઇરાદા સાથે જોરદાર ગરમીમાં પણ મતદાન કરવા માટે રોજેગાર બહાર નીકળી રહ્યા છે. રોજા રાખવામાં આવ્યા બાદ પણ લોકો તીવ્ર ગરમી વચ્ચે મતદાન કરવા માટે બહાર નીકળ્યા હતા. ગઇકાલે રવિવારના દિવસે મતદાન થયુ ત્યારે મતદાનની ટકાવારી પણ વધી ગઇ હતી. રોજેદાર મતદાન કરવા માટે બહાર નીકળ્યા હતા. મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ કેટલા રોજેદાર વૃક્ષોની નીચે બેસી ગયા હતા. આ ઉત્સાહ ગઇકાલે છઠ્ઠા તબક્કામાં મતદાન વેળા જોવા મળ્યો હતો. ખાસ કરીને સુલ્તાનપુર, આઝમગઢ, શ્રીવસ્તી અને આમ્બેંડકરનગરમાં આ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉત્તરપ્રદેશની કુલ ૮૦ સીટ પૈકી આ વખતે હજુ સુધી પ્રથમ છ તબક્કામાં ૫૩ સીટ પર મતદાન પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ગઇકાલે રવિવારના દિવસ યુપીમાં ૧૪ સીટ પર મતદાન થયું હતું. ૧૪ સીટો પૈકી છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે એકમાત્ર આઝમગઢ સીટ પર સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ જીત મેળવી શક્યા હતા. આ વખતે મુલાયમસિંહ યાદવની વિરાસતને બચાવી લેવા માટે તેમના પુત્ર અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ ચૂંટણી મેદાનમાં છે. અખિલેશની સામે ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર દિનેશલાલ યાદવ મેદાનમાં છે. એક વખત એવો હતો જ્યારે દિનેશ લાલ અખિલેશની પ્રશંસા કરતા રહેતા હતા પરંતુ હવે ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. અખિલેશ તેમને સન્માનિત પણ કરતા હતા. અહીં મતદારો જોરદાર રીતે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.આ વખતે ફુલપુર વાળી સીટ પર પણ ચર્ચા જોવા મળી રહી છે. કારણ કે કૈશવ પ્રસાદ મૌર્યના નાયબ મુખ્યપ્રધાન બની ગયાબાદ આ બેઠકની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઇ હતી. બીજી બાજુ ફુલપુર પર પણ ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે. કારણ કે પેટાચૂંટણીમાં આ સીટ હાથમાંથી નીકળી ગયા બાદ ભાજપે કુરમી બહુમતિ ધરાવતી આ સીટ પર કેસરી દેવી પટેલને મેદાનમાં ઉતારી છે. કોંગ્રેસે પણ અહી પંકજ પટેલને મેદાનમાં ઉતારી દીધા છે. કુર્મી કાર્ડ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પૈકી કોને ફાયદો કરાવશે તે બાબત તો ચૂંટણી બાદ જ જાણી શકાશે. ભાજપના ઉમેવાર મેનકા ગાંધી સુલ્તાનપુર સીટ પરથી મેદાનમાં છે. તેમની સામે આ વખતે કોંગ્રેસ તરફથી સંજય સિંહ છે. તેમની વચ્ચે સીધી ટક્કર છે. સુલ્તાનપુરમાં પણ ખુબ ઉંચુ મતદાન થયુ હતુ. તમામ જગ્યાએ રોજેદાર મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે બહાર નીકળ્યા છે.

Related posts

बिहार के निर्माण के लिए नया अध्याय शुरू करने का समय : सोनिया गांधी

editor

બ્રિટીશ હાઈકમિશનરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

editor

કેન્દ્રએ ખેડૂતોનાં ખાતામાં ૪૯,૯૬૫-કરોડ ટ્રાન્સફર કર્યા

editor

Leave a Comment

UA-96247877-1