Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મતદાનની ટકાવારીને લઇ રાજકીય પક્ષોની ગણતરી

લોકસભાની ચૂંટણી માટે છ તબક્કામાં હવે મતદાન પૂર્ણ થઇ ગયુ છે. આ વખતે કેટલા તબક્કામાં મતદાન વર્ષ ૨૦૧૪ની તુલનામાં વધારે નોંધાયુ છે. જ્યારે કેટલાક તબક્કામાં મતદાન ઓછું રહ્યું છે. મતદાનના છ તબક્કા પૂર્ણ થઇ ગયા બાદ રાજકીય પક્ષો દ્વારા પોત પોતાની ગણતરી કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પોતાની આંતરિક રીતે સર્વેની કામગીરી કરાવી રહ્યા છે. બીજા તબક્કામાં મતદાન ઓછુ રહ્યુ હતુ. હજુ સુધી કુલ છ તબક્કામાં મતદાન થયું છે જે પૈકી પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોને આવરી લેતી લોકસભાની ચૂંટણીમાં ૬૯.૫ ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં ૯૧ સીટ પર મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં ૧૨ રાજ્યોને આવરી લેતી લોકસભાની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૬૫ ટકા કરતા વધારે મતદાન થયું હતું.અંતિમ ત્રણ તબક્કામાં વધારે મતદાન થયું છે. મોટા ભાગના રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. આ વખતે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સામે મહાગઠબંધને મોટો પડકાર ઉભો કર્યો છે.
મતદાનની પ્રક્રિયા હવે પૂર્ણ થવા આવી છે. આવી સ્થિતીમાં રાજકીય પક્ષો પોત પોતાની રણનિતીમાં લાગી ગયા છે. છટ્ઠા તબક્કામાં ૫૯ સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ ૫૪૨ સીટ પૈકી ૪૮૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ લોકસભાની બાકી રહેલી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતું. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી હતી .તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયું હતું.૧૨મી મેના દિવસે છઠ્ઠા તબક્કામાં મતદાન થયુ હતુ. હવે ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.
તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું છે.

Related posts

લૉકડાઉન પછી ૫ લાખથી વધુ નવી નોકરી, ૨૦૨૧માં નોકરી વધશે

editor

સવર્ણોને ૧૦ ટકા અનામત મુદ્દે લોકસભામાં ડિબેટ

aapnugujarat

દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં મરણ પથારીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1