Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : દિલ્હીમાં આ વખતે પાંચ ટકા ઓછું મતદાન નોંધાયું : રિપોર્ટ

દિલ્હીની લોકસભાની સાત સીટો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. દિલ્હીમાં મતદાનની ટકાવારી આ વખતે ૬૦.૨૧ ટકા રહી છે. જ્યારે વર્ષ ૨૦૧૪માં ૬૫ ટકા કરતા વધારે મતદાન થયુ હતુ. ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ ભીષણ ગરમીના કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે.
વોટિંગમાં થયેલા ઘટાડાના કારણે રાજકીય નિષ્ણાંતોની ઉંઘ હરામ થઇ ગઇ છે. રાજકીય પક્ષો હવે ગણતરીમાં લાગી ગયા છે. ઓછાં મતદાનના કારણે કોને ફાયદો થશે તેને લઇને ગણતરી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં તમામ સાતેય બેઠક પર સીધી રીતે ત્રિકોણીય સ્પર્ધા રહી છે જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. પૂર્ણ રીતે વડાપ્રધાનના ચહેરા પર ચૂંટણી લડી રહેલી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઇ શકે છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિભાજનના કારણે ભાજપને લાભ થઇ શકે છે. પરંતુ મોદી વિરોધી મતના વિભાજનની પ્રક્રિયા થઇ છે કે કેમ તે બાબત ઉપયોગી રહી શકે છે.
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આ વખતે ૬૦.૨૧ ટકા મતદાન થયું છે. એટલે કે વર્ષ ૨૦૧૪માં દિલ્હીવાળાઓએ ભરપુર ઇચ્છાશક્તિ સાથે મતદાન કર્યુ હતુ. કુલ ૬૫.૧ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યોહતો. વર્ષ ૨૦૦૯માં ૫૧.૮૪ ટકા મતદાન થયું હતું. સવારમાં લોકો મતદાનને લઇને ઉદાસીન દેખાયા હતા. જોકે મોડેથી મતદારોનો ઉત્સાહ વધી ગયો હતો જેથી મતદાનની ટકાવારી ૬૦ ટકા કરતા ઉપર પહોંચી ગઇ હતી. દિલ્હીની સાત સીટો પર મતદાનની વાત કરવામાં આવે તો નોર્થ ઇસ્ટ દિલ્હીની સીટ પર સૌથી વધારે ૬૩.૫ ટકા મતદાન થયુ હતુ. ચાંદની ચોક સીટ પર ૬૨.૬ ટકા મતદાન થયું હતું. ઇસ્ટ દિલ્હીમાં ૬૧.૯ ટકા મતદાન થયું હતું. વેસ્ટ દિલ્હીમાં ૬૦.૬ ટકા મતદાન થયું હતું. નોર્થ વેસ્ટમાં ૫૮.૯ ટકા મતદાન થયુ હતુ. સાઉથ દિલ્હીમાં ૫૭.૩ ટકા મતદાન થયુ હતુ. નવી દિલ્હીમાં સૌથી વધારે ૫૬.૪ ટકા મતદાન થયું હતું. રમઝાનના કારણે મુસ્લિમ સમુદાયના લોકો પણ ઓછા પ્રમાણમાં બહાર નીકળ્યા હતા. સવારમાં ૧૧ વાગ્યા બાદ વધારે પ્રમાણમાં મુસ્લિમ મતદારો બહાર આવ્યાં હતાં. મુસ્લિમ વોટર મુખ્ય રીતે કોંગ્રેસની સાથે દેખાઇ રહ્યા છે. જ્યારે કેટલાકે એએપીને પણ મત આપી ચુક્યા છે. આની પાછળ તર્ક એ છે કે રાષ્ટ્રીય સ્તર પર વિભાજનકારી રાજનીતિને કોંગ્રેસ જ પરાજિત કરી શકે છે. મુસ્લિમ મત કોંગ્રેસની તરફેણમાં દેખાઇ રહ્યા છે. પરિણામ ૨૩મીએ જાહેર કરાશે.

Related posts

ભારત ૩ મહિનામાં ચીનને પછાડીને દુનિયાની સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે

aapnugujarat

महाराष्ट्र में भारी बारिश, कई इलाके जलमग्न

aapnugujarat

चर्च, धर्म और गॉड को खरीदना चाहती है बीजेपी पार्टी : मेघालय में राहुल गांधी का बीजेपी पर हमला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1