Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇરાનને ધમકાવવા માટે અમેરિકાએ મધ્યપૂર્વમાં પોતાનું નેવી આક્રમણ દળ મોકલ્યું, હુમલાની ધમકી

અમેરિકાએ ઇરાન પર દબાણ બનાવવા માટે મધ્યપૂર્વમાં પોતાનું નેવી આક્રમક દળ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને કહ્યું કે, તેઓનો હેતુ ઇરાનને સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે, જો તેઓએ અમેરિકા અથવા તેમના મિત્ર દેશોના હિતોને નુકસાન કર્યુ તો તેણે અમારી નિર્દય તાકાતનો સામનો કરવો પડશે.
બોલ્ટન અનુસાર, ઇરાન તરફથી ઘણીવાર પરેશાન કરતી ચેતવણીઓ મળી, ત્યારબાદ અમેરિકાએ આ નિર્ણય લીધો. તેઓએ પોતાના નિવેદનમાં એવી સ્પષ્ટતા નથી કરી કે, નૌકાદળને મધ્યપૂર્વમાં તહેનાત કરવા માટે આ સમય શા માટે પસંદ કર્યો! જો કે, એવો અંદાજ લગાવી શકાય છે કે, ગાઝા સ્થિત પેલેસ્ટાઇન ઉગ્રવાદીઓના ઇઝરાયલના હુમલાની વચ્ચે ઇરાન પણ મોકાનો ફાયદો ઉઠાવી શકે છે.
આ ઉપરાંત ગત વર્ષે અમેરિકાએ ઇરાન પર પરમાણુ સંધિ તોડવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે, ઇરાન અનુમતિ વગર જ પોતાના યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યું છે. ત્યારબાદ અમેરિકાએ ઇરાન પર વ્યાપારિક પ્રતિબંધ લગાવી દીધા. અમેરિકાએ ઇરાનના સૈનિક સંગઠન ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાડ્‌ર્સને પણ આતંકી સંગઠન ગણાવી દીધું હતું. જવાબમાં ઇરાન પણ અમેરિકન સૈન્યને મધ્ય-પૂર્વમાં આતંકી ગણાવીને કાર્યવાહીની ચેતવણી આપી ચૂક્યું છે.

Related posts

सऊदी अरब ने भारतीयों के लिए हज यात्रा के कोटे में 30,000 का किया इजाफा

aapnugujarat

યુક્રેન પર સપ્તાહમાં બીજી વાર રશિયાનો મિસાઈલોથી હુમલો

aapnugujarat

ઉત્તર કોરિયામાં દુકાળથી કિમ જાેંગની ચિંતામાં વધારો

editor

Leave a Comment

UA-96247877-1