Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઈ એનપીએ પર ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી શકયતા

રિઝર્વ બેન્ક બેન્કોની ફસાયેલી લોનની પતાવટ માટે ૨૩ મે પહેલા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી શકે છે. લોકસભા ચૂંટણી દરમિયાન લાગુ ચૂંટણી આચાર સહિતા તેમાં નડશે નહિ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ આ મહીનાની શરૂઆતમાં આરબીઆઈ દ્વારા ગત વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલો સરક્યુલર રદ કરી ચૂકી છે. બાદમાં આરબીઆઈના અધિકારીઓ નવો આદેશ તૈયાર કરવામાં લાગ્યા છે. તેમણે કહ્યું રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીની સમીક્ષા આચાર સહિતાની સીમામાં આવતી નથી.
આરબીઆઈના ૧૨ ફેબ્રુઆરી વાળા સરક્યુલરમાં ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ફસાયેલી રકમની ઓળખ કરવા અને તેના સમાધાનના સંબધમાં જોગવાઈઓ હતી. તેમા કોઈ ફસાયેલી લોનની ૧૮૦ દિવસની અંદર પતાવટ ન થાય તો બેન્કોને તેને દેવાળિયા પ્રક્રિયા માટે મોકલવાનું કહેવામાં આવ્યું હતું.
આરબીઆઈના નિયમો અનુસાર જો કોઈ શેરહોલ્ડર્સ લોન ચૂકવવામાં ૯૦ દિવસથી વધુનો સમય લે છે તો તે લોનને એનપીએ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનપીએના માળખામાં ફેરફાર માટે ઘણાં વિકલ્પો પર વિચાર થઈ રહ્યો છે. એક વિકલ્પ એ પણ છે કે ૯૦ દિવસ સિવાય ૩૦-૬૦ દિવસનો બીજો સમય આપવામાં આવશે. બાદમાં દેવાળિયા પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેનાથી એમએસએમઈ ક્ષેત્રને મદદ મળશે.

Related posts

વેપારીઓને બખ્ખાઃ હવે દુકાનો ૨૪ કલાક ખૂલ્લી રહેશે

aapnugujarat

રાજસ્થાનમાં લાગુ થશે ’ન્યૂનતમ આવક ગેરંટી’

aapnugujarat

સ્વિસ ડિપોઝિટના સંદર્ભમાં ડેટા ભારતને મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1