Aapnu Gujarat
ગુજરાત

સુએઝ ફાર્મ પાસે ડમ્પરની ટક્કરથી બે યુવકોના મોત

પીરાણા જતાં સુએજ ફાર્મ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરની ટક્કરે બે યુવકના કરૂણ મોત નીપજ્તાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પલ્સર બાઇક પર પોતાના મિત્રને લઇને પોતાના પિતાને ટિફિન આપવા જઇ રહેલા યુવકને અમ્યુકોના ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી, જેમાં બંને યુવકો ડમ્પર નીચે કચડાઇ ગયા હતા અને અકાળે મોતને ભેટયા હતા. બંને યુવકોની રસ્તા પર પડેલી લાશ પર સફેદ કલરનું કપડું ઢાંકી દેવાયું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.
બંને યુવકોની લાશને લઇ સૌકોઇમાં ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી તો, ડમ્પર ચાલક વિરૂધ્ધ સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પલ્સર બાઇક પર યુવક પોતાના પિતાને ટિફિન આપવા જઈ રહ્યાં હતા અને બાઇક પર તેની સાથે તેનો મિત્ર પણ બેઠેલો હતો એ દરમ્યાન સુએજ ફાર્મ પાસે અચાનક અમ્યુકોના ડમ્પર ચાલકે તેનું વાહન ગફલતભરી રીતે હંકારી બાઇકને હડફેટે લીધી હતી, જેમાં બંને યુવકો ડમ્પરની નીચે આવી જતાં ચગદાઇ ગયા હતા. ગંભીર ઇજાઓ થવાના કારણે બંને યુવકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને અમ્યુકોના ડમ્પર ચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

विवाद खत्म करने के लिए बीएपीएस-वडताल की अपील

aapnugujarat

PM दिल्ली से केवडिया – वडोदरा रेलवे लाइन और केवडिया रेलवे स्टेशन का करेंगे ई-शुभारंभ

editor

લીંબડીના યુવાનની જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1