Aapnu Gujarat
શિક્ષણ

મ્યુનિ સંપત્તિ ઉપર જાહેરાત લગાવી દેનાર ક્લાસીસ સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતો પર ગેરકાયદે જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવવાના મામલે વિભિન્ન ટ્યૂશન ક્લાસીસ પર અમ્યુકોના અધિકારીઓ ત્રાટક્યા હતા. આ પ્રકારની અનધિકૃત જાહેરાત કરવા માટે અમ્યુકો તંત્રએ ૨૦ ટ્યૂશન કલાસીસને તાળાં મારતાં ટ્યૂશન ક્લાસીસના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.ગત માર્ચ, ૨૦૧૯નો મહિનો પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરો પાસેથી બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાતનો અંતિમ મહિનો હોઈ તંત્ર દ્વારા શહેરભરમાં પ્રોપર્ટી ટેક્સના કોમર્શિયલ ડિફોલ્ટર્સ સામે કડક હાથે સીલિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. તંત્રની સઘન સીલિંગ ઝુંબેશથી સવારથી ડિફોલ્ટર્સ બાકી ટેક્સ રકમની ભરપાઈ કરીને પોતાની ઓફિસ કે દુકાનનાં તાળાં ખોલાવવા માટે દોડતા થતા હતા. હવે તંત્ર દ્વારા શહેરમાં ઠેક ઠેકાણે વિવિધ પ્રકારની જાહેરાતના બોર્ડ, બેનર કે પોસ્ટર મૂકીને તેનાથી શહેરને બદસુરત બનાવનારા સામે સીલિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં પ્રાથમિક તબક્કામાં ટ્યૂશન ક્લાસીસ સામે તંત્રની તવાઈ ઊતરી છે. આગામી દિવસોમાં શાળાઓમાં વેકેશન પડવાનું હોઈ અત્યારથી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના કોર્સ માટે આકર્ષવાના પ્રયાસ ટ્યૂશન કલાસીસના સંચાલકો દ્વારા થઈ રહ્યા છે. જેમાં સ્ટ્રીટલાઈટના થાંભલા સહિતની મ્યુનિસિપલ મિલકતો પર ગેરકાયદે બોર્ડ, બેનર કે પોસ્ટર ખુલ્લેઆમ લગાવાઈ રહ્યાં હોઈ તંત્રે લાલ આંખ કરી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના મ્યુનિસિપલ મિલકતોમાં આ પ્રકારે જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવવાની પરવાનગી ન ધરાવતા ટ્યૂશન કલાસીસના આ બંને ઝોનમાં આવેલા પ્રિમાઈસીસને તાળાં મારી દેવાયાં હતાં.
હવે આ તાળાં જે તે બોર્ડ, બેનર કે પોસ્ટરની સંખ્યા મુજબ લેવાતી પેનલ્ટીની વસૂલાત બાદ જ ખોલાશે. અમ્યુકોના અધિકારીઓ દ્વારા મોટાભાગના બોડકદેવ-વસ્ત્રાપુરના કલાસીસને ટાર્ગેટ કરાયા હતા.

Related posts

कक्षा-१० १२ के विद्यार्थियों के लिए हेल्पलाइन शुरू हुई

aapnugujarat

कक्षा-१२ सामान्य प्रवा : अंग्रेजी माध्यम का सबसे अधिक ७४.२० प्रतिशत परिणाम रहा

aapnugujarat

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું આવતીકાલે પરિણામ જાહેર કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1