Aapnu Gujarat
રમતગમત

સચિન તેંડુલકર અને કપિલ દેવની ખાસ ક્લબમાં સામેલ થયો રવિન્દ્ર જાડેજા

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના બીજા વનડે મેચમાં એક ખાસ મુકામ હાસિલ કર્યો છે. જામથાના વીસીએ સ્ટેડિયમમાં ૧૦ રન બનાવતા જાડેજા ભારતીય ઓલરાઉન્ડરોના એક ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. જાડેજા ૫૦ ઓવરના ફોર્મેટમાં ૨૦૦૦ રન અને ૧૫૦થી વધુ વિકેટ હાસિલ કરનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. તે દિગ્ગજ સચિન તેંડુલકર અને કપિલ દેવની યાદીમાં સામેલ થઈ ગયો છે. ગોડ ઓફ ક્રિકેટના નામથી જાણીતા સચિન તેંડુલકરના નામે ૪૬૩ વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૮૪૨૬ રન અને ૧૫૩ વિકેટ નોંધાયેલી છે. તો ૧૯૮૩ વિશ્વ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન રહેલા કપિલ દેવના નામે ૫૦ ઓવરના ફોર્મેટમાં ૩૭૮૩ રન અને ૨૫૩ વિકેટ છે. પોતાના કરિયરમાં ૧૪૯મો વનડે રમી રહેલા જાડેજાએ અત્યાર સુધી ૧૭૧ વિકેટ ઝડપી છે. જાડેજાએ નાગપુર વનડેમાં ૧૦ રન પૂરા કર્યા અને આ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો. તેણે આ મેચમાં ૪૦ બોલમાં ૨૧ રન બનાવ્યા અને કેપ્ટન વિરાટ કોહલી (૧૧૬)ની સાથે સાતમી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી કરી હતી. તે સિરીઝના પ્રથમ વનડેમાં પણ ટીમમાં હતો પરંતુ તેને કોઈ સમફળતા ન મળી અને બેટિંગમાં પણ તક ન મળી હતી.

Related posts

Jonty Rhodes Applied for fielding coach of Team India

aapnugujarat

सचिन तेंदुलकर ने ICC से की DRS सिस्टम में बदलाव की मांग

editor

રશિયા-ક્રોએશિયા વચ્ચે આજે ફાઈટ ટુ ફિનિશ જંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1