Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સર્જિકલ સ્ટ્રાઇકને વખાણી

પુલવામા હુમલા બાદ વાયુસેનાની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, રાષ્ટ્રની સંપ્રભુતાની રક્ષા માટે ભારત પોતાની સંપૂર્ણ તાકતનો ઉપયોગ કરશે. અહીં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, અલગ-અલગ દેશોના સમુહમાં ભારતનું વધતું કદ તેના સશસ્ત્ર દળોની તાકાત અને ક્ષમતાને અનુરૂપ છે.
તેમણે કહ્યું, ભારત શાંતિ માટે દૃઢ સંકલ્પ છે પરંતુ જરૂર પડ્યે રાષ્ટ્રની સંપ્રભુતા માટે અમે આપણી સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરીશું. મને વિશ્વાસ છે કે, સેનામા આપણા શૂરવીર પુરુષો અને બહાદૂર મહિલા સૈનિક આવા સમયે પોતાનો દમ દેખાડી આપણા આ દૃઢ સંકલ્પને પ્રદર્શિત કરે છે. તેમની વીરતા અને દક્ષતાને આપણે જોઇ છે. જે પ્રકારે ભારતીય વાયુસેનાએ આતંકી ઠેકાણાને નિશાન બનાવી હુમલા કર્યા અને સાવચેતીવાળી કાર્યવાહીને સફળતા પૂર્વક સંપન્ન કરી, આ તેનું ઉદાહરણ છે.

Related posts

મોદી સરકારમાં ચૂંટણી પંચને નુકસાન થયું છે : રાહુલ

aapnugujarat

રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાના રથ ઉપર સવાર

aapnugujarat

૨૦૨૨ ચૂંટણીમાં કેપ્ટનને યથાવત્‌ રાખવા પર કોંગ્રેસ હાઇકમાન્ડની લીલીઝંડી

editor

Leave a Comment

UA-96247877-1