Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યૂરિન સ્ટોર કરો, યૂરિયા ખરીદવાનું બંધ કરોઃ નીતિન ગડકરી

નાગપુર ખાતે એક એવોર્ડ સમારોહમાં યુવાનોને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ કહ્યું કે, તે નક્કી છે કે, ભારતને હવે વધારે ફર્ટિલાઇઝર આયાત કરવાની જરૂર પડશે. તેવામાં આપણે યૂરિયાની આયાત બંધ કરીને યૂરિન સ્ટોરેજ કરવાનું શરૂ કરી દેવું જોઇએ.તેમણે કહ્યું કે, માણસોનું યૂરિન પણ જૈવ ઇંધણ બનાવવામાં મદદગાર સાબિત થઇ શકે છે તેમાં અમોનિયા સલ્ફેટ અને નાઇટ્રોજન હોય છે. મેં એરપોટ્‌ર્સ પર યૂરિન સ્ટોર કરવા માટે કહ્યું છે. જો આપણે તેવું કરવા માંડ્યા તો આપણે યૂરિયા ખાતરની આયાત કરવાની જરૂર નહી પડે. આ ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે. કંઇ પણ બેકાર નહી જાય.
થોડા વર્ષ પૂર્વે દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસ સ્થાનના બગીતામાં પોતે આ પ્રયોગ કર્યો છે. તેમણે માણસોના વાળમાંથી નિકળતા એમિનો એસિડને પણ ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેનાથી તેમને ૨૫% ઉત્પાદન વધારવામાં સફળતા મળી.
તેમણે તિરુપતિ બાલાજીમાંથી ૫ ટ્રક વાળ મંગાવ્યા હતા. પૂર્તિ ગૃપના માલિકે ગડકરીને જણાવ્યુ કે, અમે અમીનો એસિડ વિદેશમાં મોકલીએ છીએ અને લગભગ ૧૮૦ કંટેનર બાયો ફર્ટિલાઇઝર દુબઇ સરકાર પાસેથી લઇએ છીએ.કેન્દ્રીય મંત્રીએ તે પણ કહ્યું કે, અન્ય લોકો મારો સહયોગ નથી કરતા કારણ કે, મારા દરેક આઇડિયા બહેતરીન હોય છે. નગર નિકાય પણ મદદ નહી કરે કારણ કે સરકારમાં લોકો બળદની જેમ ટ્રેન્ડ કરવામાં આવે છે. જે માત્ર એક નક્કી કરેલા રસ્તા પર ચાલે છે, આજુ-બાજુ પણ નથી જોઇ શકતા.

Related posts

અલાહાબાદ યુનિ.ની હોસ્ટેલમાં મોટા જથ્થામાં બોમ્બ બનાવવાનો સામાન જપ્ત

aapnugujarat

राजधानी दिल्ली में महिलाओं के खिलाफ अपराध में कमी

aapnugujarat

રાજ્યસભામાં રજૂ ન થઈ શક્યું નાગરિકતા સંશોધન બિલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1