Aapnu Gujarat
Uncategorized

પાકિસ્તાનના ‘તાલિબાન’ એજન્ડા પર અફઘાનિસ્તાન વિફર્યુ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ખેંચી ગયું

(યઅફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ પાકિસ્તાન અને અમેરિકાની સાથે તાલિબાન પ્રતિનિધિઓની વાર્તાને લઇને ચિંતા જાહેર કરી છે. ખાસ કરીને અફઘાનિસ્તાને આ બાબતે વાંધો ઉઠાવતા જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત તાલિબાન આતંકી સમુહના સભ્યોની સાથે ઇસ્લામાબાદમાં વાર્તાલાપ કરતા પહેલા તેમણે કાબુલ સાથે ચર્ચા કરવી જોઇતી હતી. અફઘાનિસ્તાને તાલિબાન-પાકિસ્તાન બેઠકને તેની સંપ્રભુતા સાથે મજાક બતાવી છે. જો કે કાબુલની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કરેલી ફરિયાદ અંગે હજુ સુધી પાકિસ્તાન અને અમેરિકાની કોઇ પ્રતિક્રીયા આવી નથી.ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન શાંતિવાર્તામાં અમેરિકાએ પાછલા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાનને મોટી ભૂમિકા આપી રાખી છે. એવું અનુમાન લાગી રહ્યુ છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી તેની સેના પાછી બોલાવા માંગે છે. આ મંત્રણાઓમાં અન્ય ખાડી દેશોના સિવાય સાઉદી અરબની પણ ભૂમિકા છે. ઇસ્લામાબાદમાં થનારી આ મુલાકાત ત્યારે થઇ રહી છે જ્યારે ૨૫ ફેબ્રુઆરીએ કતારમાં અમેરિકી અધિકારીઓ અને તાલિબાન વાર્તાકારો વચ્ચે વાતચીત નક્કી કરવામાં આવી છે.એ વાત તો દેખીતી છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે દશકાઓથી તણાવ ચાલી રહ્યો છે. કાબુલ અને વોશિંગ્ટનની તરફથી પાકિસ્તાન પર અનેક વાર આરોપ મુકાયા છે કે તે તેની ધરતી આતંકવાદીઓના સુરક્ષિત ઠેકાણા તરીકે વાપરવા આપે છે. આ ઉપરાંત તાલિબાનિયોને પાકની જમીનમાંથી અફઘાનિસ્તાનની સીમામાં દાખલ કરીને અફઘાની અને પશ્ચિમી દેશોની સેના પર હમલાઓ કરાવે છે. પરંતુ પાકિસ્તાન હંમેશા આવા પ્રકારના આરોપોનું ખંડન કરતુ આવ્યુ છે.ખાસ વાત તો એ છે કે અમેરિકા અફઘાનિસ્તાનની ભૂમિ પરથી તેના સેન્યદળને હટાવા માંગે છે. પરિણામે અફઘાન શાંતિવાર્તામાં તેજી આવી છે. આ વાર્તામાં અમેરિકાની કોશિશ છે કે અફઘાન સરકાર અને તાલિબાનને એક સ્ટેજ પર લાવવામાં આવે જેથી છેલ્લા ૧૭ વર્ષથી અફઘાનિસ્તાનમાં ચાલતા ગૃહયુદ્ધને ખતમ કરી શકાય.

Related posts

મોજ નદીમાં ટ્રેક્ટર ફસાયું

editor

Senior IPS officer Parambir Singh appointed as New Commissioner of Mumbai police

aapnugujarat

વિરમગામમાં બેટી બચાવો થીમ પર દિકરીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1