Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૩ મહિના પછી નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી ચૂંટાશે : પાસવાન

આગામી લોકસભા ચૂંટણી સર કરવા માટે દેશની દરેક રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. રવિવારે બિહારના બરૌનીમાં આયોજીત એક સરકારી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર તથા અન્ય નેતાઓની હાજરીમાં રામવિલાસ પાસવાને ભવિષ્યવાણી કરી હતી કે, ૩ મહિના પછી જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ આવશે તો ફરી એક વાર પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદી જ ચૂંટાશે.
પાસવાને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને બિહારમાં એનડીએ સરકાર બની એ પછી વિકાસની ગતિ વધારે ઝડપી બની છે. તેમણે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે, આપણે બદલો જરુરથી લઇશું. કેટલીક ગઠબંધન સરકારોમાં મંત્રી રહી ચૂકેલ રામવિલાસ પાસવાને જણાવ્યું કે, દેશમાં જ્યારે પૂર્ણ બહુમતની સરકાર બને છે તો તે મજબૂત સરકાર બને છે અને ભેળસેળ એટલે કે ગઠબંધન સરકાર નબળી હોય છે. આથી આ પ્રકારના હુમલાના વિરોધમાં કાર્યવાહી તત્કાળ કરવામાં આવે છે.આ પહેલા પૂર્વ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ તેમના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, જે ઉદ્યોગો પહેલાના સીએમ કૃષ્ણ સિન્હાએ શરુ કર્યા હતા એ કોંગ્રેસના કાર્યકાળમાં બંધ થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઉદ્યોગોને પુનઃજીવિત કરી રહ્યા છે. સુશીલ મોદીએ તેમના ભાષણમાં ભવિષ્યવાણી કરી હતી કે, જનતા ફરી એકવાર નરેન્દ્ર મોદીને ચૂંટશે.

Related posts

MMB suspended ferry services in Mumbai due to Cyclone Vayu

aapnugujarat

પીએમ મોદી ૧૩મીએ બપોરે અમદાવાદ આવી ૩૦ કલાક રોકાશે

aapnugujarat

प्रधानमंत्री मोदी और बांग्लादेश की पीएम शेख हसीना के बीच दिसंबर में होगी डिजिटल बैठक

editor

Leave a Comment

UA-96247877-1