Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, દરેક લોકોને સાથે લઇને આપણે આગળ વધવાનુ છે

૭૦માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રના નામે સંબોધન કર્યુ છે. દેશને સંબોધન કરતી વેળાએ રાષ્ટ્રપતિએ કહ્યું કે આ દેશના બધા નાગરીકો માટે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાને યાદ કરવાનો અનેરો અવસર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આપણે બધા ગણતંત્રની યાત્રામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે બંધારણીય આદર્શોના વાહકના રૂપમાં આગળ વધીને આપણે ભારતના લોકો, પોતાના ગણતંત્રના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિશ્ચિત રૂપથી સફળ થઈશું.
દેશના નામે સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહી લક્ષ્યોને લોકશાહી માધ્યમોથી, સમાવેશી લક્ષ્યોને સમાવેશી સાધનોથી, કરૂણા અને સંવેદના સાથે જોડાયેલા લક્ષ્યોને કરૂણા અને સંવેદના દ્વારા તથા બંધારણીય લક્ષ્યોને બંધારણ સંમત સાધનોથી પ્રાપ્ત કરવુ એ જ આપણા ગણતંત્રની મૂળ આસ્થા છે. આજે વિશ્વ સ્તર પર ભારતના યોગદાનની સરાહના થાય છે અને આખા વિશ્વમાં આપણા દેશને વિશેષ સન્માનની દ્રષ્ટિએથી જોવામાં આવે છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આપણી આ જ વિચારધારા, સંયુક્ત રાષ્ટ્રના શાંતિ-મિશનોમાં, જળવાયુ પરિવર્તનના મામલામાં, માનવીય સહયોગ પ્રદાન કરવામાં અથવા પછી પ્રાકૃતિક વિપત્તિઓના સમયે રાહત પહોંચાડવામાં જોવા મળે છે.
આપણી સંસ્કૃતિ, પરંપરા અને જીવન-આદર્શોમાં લોકસેવાનુ વધુ મહત્વ છે. આપણા દરેકના હૃદયમાં, એવા બધા વ્યક્તિઓ અને સંસ્થાઓ પ્રત્યે હંમેશા સન્માનનો ભાવ રહ્યો છે, જે પોતાના સામાન્ય કર્તવ્યોની સીમાઓથી ઉપર રહીંને લોક-સેવા માટે સમર્પિત રહે છે.દરેક વર્ગો અને દરેક સમુદાયોને યોગ્ય સ્થાન આપનારા રાષ્ટ્રના રૂપમાં આગળ વધીને, આપણે એક એવા સમાજનું નિર્માણ કરવાનુ છે, જેમાં દરેક દીકરા-દીકરીની વિશેષતા, ક્ષમતા અને પ્રતિભાની ઓળખ હોય અને તેના વિકાસ માટે દરેક પ્રકારની સુવિધાઓ અને પ્રોત્સાહન મળી રહે.આપણા મહાન ગણતંત્રએ એક લાંબી યાત્રા નક્કી કરી છે. પરંતુ હજી આપણે વધુ આગળ વધવાનુ છે. ખાસ કરીને આપણા જે ભાઈ-બહેન વિકાસની દોડમાં પાછળ રહી ગયા છે, એવા દરેકને સાથે લઇને આપણે આગળ વધવાનુ છે. ૨૧મી સદી માટે આપણે પોતાના લક્ષ્યો અને ઉપલબ્ધિઓને નવા માપદંડ પર નિર્ધારિત કરવાના છે.

Related posts

चालान का कहर: 1 लाख 41 हजार का चालान कटा..!

aapnugujarat

અનિયમિત વરસાદ અને ઓછી ઠંડીથી ઘઉંના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે

aapnugujarat

निपाह वायरस के केरल में दो और मरीज मिले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1