Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધીનાં રાજકારણ પ્રવેશથી કોંગ્રેસનાં ‘અચ્છે દિન’ આવશે : શિવસેના

ભાજપનાં સાથી પક્ષ શિવસેનાએ ચૂંટીયો ખણતા કહ્યું કે, પ્રિયંકા ગાંધીનાં રાજકારણનાં પ્રવેશથી કોંગ્રેસનાં અચ્છે દિન આવશે.શિવસેનાનાં નેતા સંજય રાઉતે જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીનું રાજાકરણમાં આવવુ અપેક્ષિત હતું જ. ખાસ કરીને કોંગ્રેસે જ્યારે ત્રણ હિંદીભાષી રાજ્યોમાં જીત મેળવી ત્યારથી કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા છે.સંજય રાઉતે કહ્યું કે, હું છેલ્લા થોડા મહિનાઓથી જોઉં છું કે કોંગ્રેસનાં અચ્છે દિન આવ્યા છે. મને લાગતું જ હતું કે, પ્રિયંકાજી રાજકારણમાં આવશે’. શિવસેનાનાં નેતાએ વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધીનો આ સારો નિર્ણય છે. આ દેશનો ગાંધી પરિવાર સાથે નાતો રહ્યો છે. ઇંદિરા ગાંધીની લેગસી આ દેશમાં કાયમ રહેશે. પ્રિયંકા ગાંધીની રાજકારણ પ્રવેશથી કોંગ્રેસને ફાયદો થશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની સત્તાવાર રાજકારણમાં એન્ટ્રીથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસ કેડરમાં પ્રાણ ફૂંકાયો છો. ચોતરફથી કોંગ્રેસ નેતાઓએ પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીંને વધાવી લીધી છે. કોંગ્રેસે તેમને પૂર્વ ઉત્તરપ્રદેશના મહાસચિવ પદે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશનું સુકાન સોંપ્યું છે. આગામી લોકસભા ચૂંટણી વધારે ઉત્તેજનાસભર બની છે.પ્રિયંકા ગાંધીની નિમણૂંકને વધાવતા ગુજરાત કોંગ્રેસનાં નેતા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ટ્‌વીટ કરીને લખ્યું કે, “શ્રી દુર્ગાવતાર”શ્રી દુર્ગા સ્વરૂપ સ્વ. ઇન્દિરાજીનાં આધુનિક સમાન શ્રીમતી પ્રિયંકા ગાંધીજીનાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં આગમનને સમગ્ર રાષ્ટ્ર અતંર મનથી આવકારે છે. જય જય ગરવી ગુજરાત. આ સાથે તેમણે એક ફોટો પણ ટ્‌વીટ કર્યો છે.પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કાર્યભાર સંભાળશે.
પ્રિયંકા ગાંધી વાડ્રાના સત્તાવાર રીતે રાજકારણ પ્રવેશ પર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે મારી બહેન જે ખૂબ જ કેપેબલ છે કે તે મારી સાથે કામ કરશે. મારી સાથે ખભાથી ખભા મેળવીને કામ કરશે. જ્યોતિરાદિત્ય પણ ડાયનેમિક યુવા નેતા છે.

Related posts

અમેઠીમાં રાહુલનો ભારે વિરોધ, “ઇટાલી પાછા જાવ”નાં નારા ગુંજ્યા

aapnugujarat

આજે બંગાળ,આસામ,તમિલનાડુ,કેરળ અને પોંડિચેરીમાં મતદાન યોજાશે

editor

મોદી કેબિનેટમાં રવિવારે ધરખમ ફેરફારની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1