Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમેઠીમાં રાહુલનો ભારે વિરોધ, “ઇટાલી પાછા જાવ”નાં નારા ગુંજ્યા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના મતક્ષેત્ર અમેઠીની મુલાકાતે છે. કોંગ્રેસની પરંપરાગત મનાતી આ સીટ પર રાહુલ ગાંધીનો સખત વિરોધ જોવા મળી રહ્યો છે. આજે લોકોએ રાહુલ ગાંધીનો ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો અને ‘ઈટાલી પાછા જાવ’ના નારા લગાવ્યા હતાં.ખેડૂતોએ અમેઠી જિલ્લાના ગૌરીગંજ ખાતે વિરોધ પ્રદર્શન કરીને એવી માંગણી કરી હતી કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આપવામાં આવેલી જમીન તેમને પરત આપવામાં આવે અથવા તેમને રોજગારી આપવામાં આવે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ તાજેતરમાં અમેઠીની મુલાકાત લીધી હતી.સંજય સિંઘ નામના એક દેખાવકારે જણાવ્યું હતું કે, અમે રાહુલ ગાંધીને લઈને ખૂબ નારાજ છીએ. તેઓ અહીં રહેવા માટે લાયક નથી. રાહુલ ગાંધીએ ઇટાલી પરત જતા રહેવું જોઈએ. રાહુલે અમારી જમીન ઝૂંટવી લીધી છે.ખેડૂતોએ સમ્રાટ સાઇકલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ફેક્ટરીનું ઉદ્ઘાટન રાજીવ ગાંધીએ કર્યું હતું. રાજીવ ગાંધી એ સમયે અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા હતા. વર્ષ ૧૯૮૬ જૈન ભાઈઓએ કૌસરના ઔદ્યોગિક વિસ્તારમાં ૬૫.૫૭ એકર જમીન કંપની શરૂ કરવા માટે ખરીદી હતી. ૨૦૧૪ના વર્ષમાં આ જમીનની હરાજી કરવામાં આવી હતી.

Related posts

વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસ રવાના

aapnugujarat

पाकिस्तान ने राजौरी में की भारी गोलाबारी

aapnugujarat

લગ્નમાં ગેસ્ટની સંખ્યા નક્કી કરશે દિલ્હી સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1