Aapnu Gujarat
ગુજરાત

મનરેગા યોજના હેઠળ શાળા અને આંગણવાડીમાં રંગરોગાન કામગીરી જારી

અછત રાહતની કામગીરી અંતર્ગત રાજયમાં મનરેગા યોજના અંતર્ગત જળસંચય સહિત અલગ અલગ પ્રકારની કામગીરી ચાલી રહી છે ત્યારે એક વિશિષ્ઠ અભિગમ અંતર્ગત અને રોજગારી સાથે કલાકારોની કલાને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે ગ્રામવિકાસ વિભાગ ધ્વારા મનરેગા યોજના હેઠળ સરકારી મકાનો પ્રાથમિક શાળા, આંગણવાડી અને પંચાયતના મકાનોમાં કલરકામની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત રાજયના ૯ તાલુકામાં કુલ ૫૭૮ મકાનોમાં કલરકામની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું મહેસુલમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આ કામગીરી અંતર્ગત બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા તાલુકાઓમાં ૨૩૭ પ્રાથમિક શાળાઓમાં કલરકામની કામગીરી ચાલુ છે. ૬૩માં પૂર્ણ થઈ છે.

Related posts

શેલા ગામની કેનાલથી યુવતીનો મૃતદેહ મળતાં ભારે ચકચાર

aapnugujarat

પંચમહાલમાં કોંગ્રેસની બાઈક રેલી પર પથ્થરમારો

aapnugujarat

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર અને ફલાઈંગ સ્કવોર્ડ ની નિમણુંક કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1